તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 248 અંક ઉપર

27 May, 2019 03:54 PM IST  |  મુંબઈ

તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 248 અંક ઉપર

તેજી સાથે બંધ થયું શૅર બજાર

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં જબરદસ્ત તેજી નજર આવી છે. સવારે 100 અંકોની તેજી સાથે ઓપન થયેલું શૅર બજાર દિવસભર ચઢતું રહ્યું. દિવસમાં એક એવો સમય આવ્યો જ્યારે આ 273 અંક સધી પહોંચ્યો હતો અને પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 39,702ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા જ્યા નિફ્ટી 83 અંકોની તેજી સાથે 11,927ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા.

જોકે અંતમાં સેન્સેક્સ 248 અંકોની તેજી સાથે 39,683ના સ્તર પર બંધ થયું છે જ્યા નિફ્ટી 80 અંકોના વધારા સાથે 11,924ના સ્તર પર બંધ થયું છે.

એની પહેલા સવારે સેન્સેક્સ જ્યાં 100 અંકોની તેજી સાથે 39,562ના સ્તર પર ખુલ્યું હતું અને નિફ્ટી 11,872ના સ્તર પર ખુલ્યું હતુ. આજના ટૉપ ગેનરમાં NTPC, Tata Steel, Yes Bank, SBI, PowerGrid, L&T, M&M, ITC, HDFC Bank, Maruti, Axis Bank, Infosys, HDFCના નામ સામેલ છે.

બતાવી દઈએ કે છેલ્લા સપ્તાહમાં જ શૅર બજારે ચૂંટણી પરિણામથી ખુશ થઈને 40,000નો સ્તર સ્પર્શ કરી લીધો છે.

sensex bombay stock exchange national stock exchange business news