સેન્સેક્સમાં 138 અંકોની તેજી, નિફ્ટી 11690 પર થયું બંધ

15 April, 2019 04:21 PM IST  | 

સેન્સેક્સમાં 138 અંકોની તેજી, નિફ્ટી 11690 પર થયું બંધ

સેન્સેક્સમાં 138 અંકોની તેજી

સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજાર વધારા સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 138 અંકોની તેજી સાથે 38,905 પર અને નિફ્ટી 46 અંકોની તેજી સાથે 11,690 પર કારોબાર કરી બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 30 લીલા અને 20 લાલ નિશાનમાં કારોબાર કરી બંધ થયા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.50%ની તેજી અને સ્મૉલકેપ 0.56%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સને હાલ જોઈએ તો કારોબારમાં નિફ્ટી ઑટો 1.53%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.32%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.04%ની તેજી, નિફ્ટી આઈટી 1.27%ની તેજી, નિફ્ટી મેટલ 2.27%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.09%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 1.65%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયું છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં ટાટા મોટર્સ 7.43%ની તેજી, ટીસીએસ 4.89%ની તેજી, કોલ ઈન્ડિયા 4.15%ની તેજી, ટાટા સ્ટીલ 3.81% અને કોટક મહિન્દ્રા બેન્ક 2.42%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. ત્યાં બીજી તરફ ઈન્ફી 2.61%નો ઘટાડો, ઈન્ફ્રાટેલ 1.67%નો ઘટાડો, સનફાર્મા 1.38%નો ઘટાડો, ગેલ 0.88%નો ઘટાડો અને યસ બેન્ક 0.78%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે નિફ્ટી ઑટો 0.40%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.07%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.68%ની તેજી, આઈટી 0.07%ની તેજી, નિફ્ટી મેટલ 1.31%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.05%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.82%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો સોમવારના કારોબારી સત્રમાં એશિયાઈ શૅર બજારોએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.46%ની તેજી સાથે 22190 પર, ચીનના શાંઘાઈ 1.28%ની તેજી સાથે 3229 પર, હેન્ગસેન્ગ 0.88%ની તેજી સાથે 30172 પર અને તાઈવાનના કૉસ્પી 0.64%ની તેજી સાથે 2247 પર કારોબાર કરી બંધ થયું છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 1.03%ની તેજી સાથે 26412 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.66%ની તેજી સાથે 2907 પર અને નાસ્ડેક 0.46%ની તેજી સાથે 7984ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange