સેન્સેક્સમાં 488 અંકનો ઉછાળો, નિફ્ટી 11,900ની નજીક બંધ

20 June, 2019 04:13 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 488 અંકનો ઉછાળો, નિફ્ટી 11,900ની નજીક બંધ

સેન્સેક્સમાં 488 અંકનો ઉછાળો

સપ્તાહના ચોથા દિવસે એટલે ગુરૂવારે શૅર બજાર વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ 488 અંકોના વધારા સાથે 39,601 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 150 અંકોના ઉછાોળા સાથે 11,841 પર કારોબાર કરી બંધ થયું છે. નિફ્ટીના 50 શેરોમાંથી 43 લીલા અને 7 લાલ નિશાન પર કારોબાર કરી બંધ થયા. સવારે શૅર માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ આજે 69.78 અંકોના ઘટાડા સાથે 39,042.96 પર ખુલ્યું. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 37.80 અંકોના ઘટાડા સાથે 11,653.65 પર ખુલ્યું, ભારતીય રૂપિયાની વાત કરીએ તો આજે 20 પૈસાની તેજી સાથે એક ડૉલરના મુકાબલે 69.48 પર ખુલ્યું.

અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કોઈ બદલાવ નહી કરવા પર એનો અસર ભારતીય શૅર બજાર પર પણ નજર આવ્યો છે. બુધવારે સુસ્ત થઈને બંધ થયેલા શૅર બજાર ગુરૂવારમાં જબરદસ્તી તેજી નજર આવી છે.

સવારે સપાટ થઈને ખુલેલા સેન્સેક્સ ઈન્ડેક્સ દિવસના અંતમાં 488 અંકોની તેજી સાથે 39,601ના સ્તર પર બંધ થયું છે જ્યાં નિફ્ટી 140 અંકોના વધારા સાથે 11,831ના સ્તર પર બંધ થયું છે.

એની પહેલા બપોર સુધી 140 અંકોની તેજી સાથે 39,255ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા જ્યા નિફ્ટી 37 અંકોના વધારા સાથે 11,729ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

એની પહેલા બુધવારે સેન્સેક્સ 66 અંકોની તેજી સાથે 39,112ના સ્તર પર બંધ થયું હતું જ્યા નિફ્ટી સપાટ થઈને 11,691ના સ્તર પર બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange business news