એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો કેટલા વધ્યા ?

01 September, 2019 04:40 PM IST  |  દિલ્હી

એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો કેટલા વધ્યા ?

વધ્યા ભાવ

સપ્ટેમ્બર મહિનાની હજી શરૂઆત જ થઈ છે, ત્યાં જ મોંઘવારીનો માર પણ લોકોને પડ્યો છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીએ પહેલી સપ્ટેમ્બરથી સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સાથે જ ઈન્દ્રપ્રસ્થ ગેસ કંપનીએ સીએનજીની કિંમતમાં પણ પ્રતિ કિલો 50થી 55 પૈસા વધાર્યા છે. આ બંને ભાવવધારાથી લોકો પર મોંઘવારીની મુશ્કેલી પડવાનું નક્કી છે.

દેશની સૌથી મોટી ઓયલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપાયેલી માહિતી પ્રમાણે આજથી દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર 590 રૂપિયાના ભાવે મળશે. ઓગસ્ટમાં તેની કિંમત 574.50 રૂપિયા હતી. તો હવે કોલકાતામાં સિલિન્ડરનો ભાવ 601ની જગ્યાએ 616.50 રૂપિયા, મુંબઇમાં 546.50ના બદલે 562 રૂપિયા અને ચેન્નઇમાં 590.50ના બદલે 606.50 રૂપિયામાં થઈ જશે. આ સિવાય 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1054.50 રૂપિયા, કોલકત્તામાં 1114.50 રૂપિયા, મુંબઇમાં 1008.50 રૂપિયા અને ચેન્નઇમાં 1174.50 રૂપિયા થઈ છે. છેલ્લા બે મહિના સિલિન્ડરની કિંમતમાં સતત ઘટાડા બાદ આ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આજથી બદલાઈ રહ્યા છે આ 9 નિયમ, તમારુ ખિસ્સુ થશે ખાલી

સીએનજીની કિંમતમાં પણ વધારો

એલપીજી ગેસની કિંમતોની સાથે સાથે દિલ્હીમાં સીએનજીના ભાવ પણ વધ્યા છે.દિલ્હી એનસીઆરમાં IGLએ CNGના ભાવમાં વધાર્યા છે. IGLએ દિલ્હી એનસીઆર, નોઇડા, ગાઝિયાબાદ અને ગુરગ્રામ સહિતના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હી, રેવાડી, ગુરુગ્રામ અને કરનાલમાં 50 પૈસા તો નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં સીએનજી 55 પૈસા મોંઘો થયો છે. ઇંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડ હજુ પણ રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે CNG ભરનારાને 1.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામની છૂટ આપશે. આ છૂટ દિલ્હી, નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં મળશે.

business news indian oil corporation