સકારાત્મક લેવાલીએ સેન્સેક્સ 95 પોઈન્ટ્સ વધ્યો

30 September, 2020 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સકારાત્મક લેવાલીએ સેન્સેક્સ 95 પોઈન્ટ્સ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

એચડીએફસી બૅન્ક, એચડીએફસી અને એફએમસીજી શૅર્સમાં લેવાલીએ સ્થાનિક શૅરબજારો વધારે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 94.71 પોઈન્ટ્સ (0.25 ટકા) વધીને 38,068ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી50 ઈન્ડેક્સ 25.15 પોઈન્ટ્સ (0.22 ટકા) વધીને 11,226.5 બંધ રહ્યો હતો.

ટેક મહિન્દ્ર, ટાઈટન, નેસલે ઈન્ડિયા અને હિંદુસ્તાન યુનિલિવરના શૅર્સ સેન્સેક્સમાં સૌથી અધિક વધ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગ્રણી ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિક સાથે સોદો કરતા શૅર સત્ર દરમિયાન એક ટકા વધ્યો હતો. આ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં રૂ.3,675 કરોડનું રોકાણ કરશે. જોકે અંતે શૅરભાવ 0.49 ટકા ઘટીને રૂ.2,233.75 બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં મિશ્ર વલણ જોવા મળ્યુ હતું. નિફ્ટી બૅન્ક 0.02 ટકા, ફાઈ. સર્વિસ 0.35 ટકા, એફએમસીજી 1.34 ટકા, આઈટી 0.38 ટકા, મીડિયા 0.20 ટકા અને ફાર્મા સૂચકાંક 0.48 ટકા વધ્યા હતા. જ્યારે નિફ્ટી ઓટો 0.36 ટકા, મેટલ 2.12 ટકા, પીએસયુ બૅન્ક 1.05 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.04 ટકા અને રિયલ્ટી 0.77 ટકા ઘટ્યા હતા.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.04 ટકા વધ્યા હતા. 

sensex nifty business news