નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો

27 November, 2020 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં (જુલાઈથી સપ્ટેમ્બર) GDPમાં 7.5%નો ઘટાડો નોંધાયો છે.

આંકડા મુજબ હાલના મૂલ્યના આધારે GDPની કુલ કિંમત ચાલુ નાણાંકીય વર્ષના બીજા છ માસમાં રૂ.85.30 લાખ કરોડ રહી છે. આ એક વર્ષ પહેલાં આ સમયગાળામાં રૂ.98.39 લાખ કરોડની હતી. એટલે કે આ આધારે 13.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં સાત ટકાની વૃદ્ધિ થઈ છે. પહેલા ત્રિમાસિકમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ ઘટાડો અત્યાર સુધીના તમામ અર્થશાસ્ત્રીઓના અનુમાનથી ઘણો જ ઓછો છે. તમામ વિશ્લેષકોએ 8 ટકાથી 12 ટકા સુધીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી. સૌથી ઓછું અનુમાન ભારતીય રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)નું હતું. આરબીઆઈએ 8.6 ટકા ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. 

આ પણ વાચોઃ આરબીઆઈએ 8.6 ટકા ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યુ હતું

પહેલા ત્રિમાસિકના પહેલાં બે મહિના એપ્રિલ અને મેમાં દેશમાં સંપૂર્ણપણે લૉકડાઉન હતું. મેના અંતમાં આર્થિક પ્રવૃતિઓ અને અવરજવર શરૂ થઈ હતી. જો કે બીજા ત્રિમાસિકમાં સંપૂર્ણપણ અર્થવ્યવસ્થા ખુલી ગઈ છે. એવામાં GDPમાં ઘટાડો ઓછો નોંધાય તે સ્વભાવિક છે. રેટિંગ એજન્સીઓનું અનુમાન હતું કે બીજા ત્રિમાસિકમાં GDP 10થી 11 ટકા જેટલી ઘટી શકે છે.

gdp business news