ભારતીય કંપનીઓની આવક ત્રીજા ક્વૉર્ટરમાં ૧૪ ટકા વધવાનો અંદાજ

19 January, 2023 04:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્રિસિલના માર્કેટ ઇન્ટેલિજન્સ ઍન્ડ ઍનૅલિટિક્સ સંશોધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઑપરેટિંગ માર્જિન વાર્ષિક ધોરણે ૨૭૦ બેસિસ પૉઇન્ટ સંકુચિત થવાની સંભાવના છે

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

ભારતીય કંપનીઓની આવક ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા આ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ૧૪ ટકા વધીને ૧૦.૯૦ લાખ કરોડ થવાની ધારણા છે, જે વૉલ્યુમમાં સતત વધારો અને કેટલાક ભાવવધારાને પગલે છે એમ ક્રિસિલનો અહેવાલ કહે છે. ક્રમિક ધોરણે આવક ૦.૦ ટકા અને નફાકારકતા ૧૪૦ બેસિસ પૉઇન્ટ્સ જોવા મળે છે.

ક્રિસિલના માર્કેટ ઇન્ટેલિજન્સ ઍન્ડ ઍનૅલિટિક્સ સંશોધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઑપરેટિંગ માર્જિન વાર્ષિક ધોરણે ૨૭૦ બેસિસ પૉઇન્ટ સંકુચિત થવાની સંભાવના છે. જે છેલ્લા બે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ધીમું છે, કારણ કે કૉમોડિટીના ભાવમાં નરમાઈએ આવકમાં મધ્યસ્થતા પ્રદાન કરી છે. 

જોકે ક્રમિક ધોરણે ઑપરેટિંગ માર્જિન છ ક્વૉર્ટરમાં પ્રથમ વખત વધીને ત્રીજા ક્વૉર્ટરમાં ૧૮થી ૧૯ ટકા થશે, જે બીજા ક્વૉર્ટરમાં ૧૭.૨ ટકા હતું, એમ ક્રિસિલે જણાવ્યું હતું. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં ૨૩.૭ ટકાને સ્પર્શ્યા બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે.

business news reliance tata steel tata power tata motors tata airtel