ઓટો ઉદ્યોગ સંકટમાં: પ્રોત્સાહન પેકેજની માંગ

08 August, 2019 09:10 PM IST  |  Mumbai

ઓટો ઉદ્યોગ સંકટમાં: પ્રોત્સાહન પેકેજની માંગ

Mumbai : ભારતમાંઘટતા જતા વેચાણથી પરેશાન ઓટોમોબાઇલ ઉદ્યોગે પ્રોત્સાહન પેકેજની માંગણી કરી છે. ઉદ્યોગે કહ્યું છે કેજીએસટીનોદર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવો જોઈએ અને સ્ક્રેપેજ પોલિસીને અનુકૂળ બનાવવી જોઈએ. આ ઉપરાંત ઘસારાનો વધારે લાભ આપવો જરૂરી છે. 

BS-6 ધોરણો લાગુ થાય ત્યાર પછી પણ BS-5નું પાલન કરતા વાહનોની ઇન્વેન્ટરી ખાલી કરવા ઓટો ઉદ્યોગે સરકારની દરમિયાનગીરીની માંગણી કરી છે. સરકાર જે રીતે ઇલેક્ટ્રોનિક વાહનો પર ભાર મૂકી રહી છે તેની સામે ઓટો ઇન્ડસ્ટ્રીએ સવાલ ઉઠાવ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને ઓટો ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી જેમાં હાજર રહેલી એક વ્યક્તિએ કહ્યું કે ઉદ્યોગને એક સ્ટિમ્યુલેસ પેકેજની જરૂર છે. તેમણે જીએસટીમાં કાપની માંગણી કરી છે. ઓટો ઉદ્યોગે 28 ટકા જીએસટી ઉપરાંત સેસ પણ ભરવો પડે છે જેનો આધાર સેગમેન્ટ પર છે. તેથી કુલ ટેક્સ વધી જાય છે. 

એક વ્યક્તિએ કહ્યું કે હાલની સ્થિતિમાંથી ઓટો ઇન્ડસ્ટ્રીને બહાર લાવવા માટે ધરખમ પગલાં જરૂરી છે. ઉદ્યોગને વેચાણ વધારવા માટે સરળ ફાઇનાન્સની પણ માંગણી કરી છે. ગયા મહિનામાં પેસેન્જર વ્હિકલના સેલ્સમાં 31 ટકા ઘટાડો થયો હતો. ઓટો ક્ષેત્રે વેચાણના આંકડા આપવા શરૂ કર્યા ત્યાર પછી આ સૌથી તીવ્ર ઘટાડો હતો. જુલાઈમાં માત્ર બે લાખ પેસેન્જર વાહનો વેચાયાં હતાં. દેશભરમાં ઓટો ડીલરશિપ પણ બંધ થવા લાગી છે જે દર્શાવે છે કે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ અત્યંત ખરાબ છે. 

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં નરમાઈના કારણે ઓટો ઉદ્યોગમાંથી બે લાખથી વધુ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. આરબીઆઇએ બુધવારે રેપો રેટમાં 35 બીપીએસનો ઘટાડો કર્યો તેમાં પણ સ્વીકાર્યું છે કે અર્થતંત્રમાં નરમાઈ છે.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

એક સરકારી અધિકારીએ કહ્યું કે ઉદ્યોગનાં સૂચનો પર વિચારણા કરવામાં આવશે. સીતારામને જણાવ્યું છે કે સરકાર ઝડપથી પ્રતિક્રિયા આપશે. "અમને વિવિધ સેક્ટરમાંથી ઈનપુટ મળી રહ્યા છે અને અમે તેનો જવાબ આપવા પ્રયાસ કરીએ છીએ. તેથી આ સેક્ટરમાં વિશ્વાસનો સંચાર થાય." તેમ સીતારામને સોમવારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કોના અધિકારીઓ સાથે મળ્યા પછી કહ્યું હતું.

automobiles business news national news