ભારત ૨૦૨૩-’૨૫ માટે આઇઈસી વાઇસ પ્રેસિડન્ટ અને સ્ટ્રૅટેજિક મૅનેજમેન્ટ બોર્ડ ચૅર જીત્યું

26 November, 2022 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના પ્રતિનિધિ વિમલ મહેન્દ્રુ વૈશ્વિક સંસ્થામાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

ભારત ૨૦૨૩-’૨૫ માટે આઇઈસી વાઇસ પ્રેસિડન્ટ અને સ્ટ્રૅટેજિક મૅનેજમેન્ટ બોર્ડ ચૅર જીત્યું

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારત ૨૦૨૩-’૨૫ ટર્મ માટે ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉટેક્નિકલ કમિશન (આઇઈસી)ના વાઇસ પ્રેસિડન્સી અને સ્ટ્રૅટેજિક મૅનેજમેન્ટ બોર્ડ (એસએમબી) ચૅર જીત્યું છે.
આઇઈસી એ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સેટિંગ સંસ્થા છે જે તમામ ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રૉનિક અને સંબંધિત તક્નિકો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રકાશિત કરે છે, જ્યારે એસએમબી એ તક્નિકી નીતિ બાબતો માટે જવાબદાર આઇઈસીની સર્વોચ્ચ ગવર્નન્સ સંસ્થા છે.
ભારતના પ્રતિનિધિ વિમલ મહેન્દ્રુ - આઇઈસીની ભારતીય રાષ્ટ્રીય સમિતિના સભ્ય અને બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની વિવિધ તક્નિકી સમિતિઓમાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. Wમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં અમેરિકામાં સૅન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી એની સામાન્ય સભા દરમ્યાન આઇઈસીના સંપૂર્ણ સભ્યો દ્વારા પડેલા ૯૦ ટકાથી વધુ મતો તેમણે મેળવ્યા હતા.

business news