ભારત આંતરરાષ્ટ્રીય સીડ સંધિના નવમા સત્રની યજમાની કરશે

17 September, 2022 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૯ જૂન, ૨૦૦૪ના રોજ અમલમાં આવેલી આ સંધિને ભારત સહિત ૧૪૯ દેશો દ્વારા બહાલી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ઇન્ટરનૅશનલ ટ્રીટી ઑફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસ ફૉર ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરની ગવર્નિંગ બૉડી (આઇટીપીજીઆરએફ)નું નવમું સત્ર રાષ્ટ્રીય રાજધાની-દિલ્હીમાં ૧૯થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે.

આઇટીપીજીઆરએફ એ ખોરાક અને કૃષિ માટે વિશ્વનાં વનસ્પતિ આનુવંશિક સંસાધનોના સંરક્ષણ, વિનિમય અને ટકાઉ ઉપયોગ દ્વારા ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો એક વ્યાપક આંતરરાષ્ટ્રીય કરાર છે તેમ જ તેના ઉપયોગથી ઉદ્ભવતા વાજબી અને સમાન લાભની વહેંચણી છે અને એ રાષ્ટ્રીય કાયદાઓને આધીન ખેડૂતોના અધિકારોને પણ માન્યતા આપે છે. એ બીજ-સીડ સંધિ તરીકે પણ ઓળખાય છે, આઇટીપીજીઆરએફએ નવેમ્બર ૨૦૦૧માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની પરિષદના ૩૧મા સત્ર દ્વારા અપનાવવામાં આવ્યું હતું. ૨૯ જૂન, ૨૦૦૪ના રોજ અમલમાં આવેલી આ સંધિને ભારત સહિત ૧૪૯ દેશો દ્વારા બહાલી આપવામાં આવી છે.

business news