મ્યુચ્યુઅલ ફન્ડ એસઆઇપીમાં ઇન્વેસ્ટમેન્ટનો નવાે વિક્રમ

22 September, 2022 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા ચાર મહિનાથી ૧૨ હજાર કરોડ રૂપિયાથી ઉપરઃ પાંચ માસમાં કુલ ૬૧ હજારને પાર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દેશમાં મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં એસપીઆઇમાં રોકાણકારોનો રસ વધ્યો છે. રોકાણકારો છેલ્લા ચાર મહિનાથી ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુના રૂટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડઉદ્યોગમાં માસિક પ્રવાહ સાથે લાંબા ગાળાની સંપત્તિ જનરેટ કરવા માટે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઇપી પર મોટો દાવ લગાવી રહ્યા છે. વાસ્તવમાં, એસઆઇપી રૂટ મારફતનો પ્રવાહ ઑગસ્ટ મહિનામાં ૧૨,૬૯૩  કરોડ રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, એમ અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના તાજેતરના ડેટા દર્શાવે છે.
મે મહિનાથી એસઆઇપી દ્વારા નાણાપ્રવાહ ૧૨ હજાર કરોડ રૂપિયાના આંકથી ઉપર વધી રહ્યો છે. જુલાઈમાં તે ૧૨,૧૪૦ કરોડ રૂપિયા, જૂનમાં ૧૨,૨૭૬ કરોડ રૂપિયા, મેમાં ૧૨,૨૮૬ કરોડ રૂપિયા હતો. તે પહેલા એપ્રિલમાં તે ૧૧,૮૬૩ કરોડ રૂપિયા હતો.

આ સાથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં કુલ ઇન-ફ્લો ૬૧,૨૫૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ૨૦૨૧-૨૨ નાણાકીય વર્ષમાં ૧.૨૪ લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રવાહને પગલે આવ્યું છે. રોકાણકારો રોકાણ કરવા માટે એસઆઇપી માર્ગ તરફ વળ્યા છે, કારણ કે તે રોકાણકારોને, ખાસ કરીને પગારદાર લોકોને, રોકાણપ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.

business news share market stock market