દેશના વિદેશી હૂંડિયામણની અનામત ૨.૧૯૯ અબજ ડૉલર ઘટી

18 February, 2019 11:23 AM IST  | 

દેશના વિદેશી હૂંડિયામણની અનામત ૨.૧૯૯ અબજ ડૉલર ઘટી

દેશના વિદેશી હૂંડિયામણની અનામત ૮ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ૨.૧૯૯ અબજ ડૉલર ઘટીને ૩૯૮.૧૨૨ અબજ ડૉલર રહી હોવાનું રિઝર્વ બૅન્કે જાહેર કર્યું છે. એની પહેલાંના સપ્ïતાહમાં અનામતમાં ૨.૦૬૩ અબજ ડૉલરની વૃદ્ધિ થતાં આંકડો ૪૦૦.૨૪ અબજ ડૉલર થઈ ગયો હતો. નોંધનીય છે કે ગત વર્ષે ૧૩ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં અનામત ૪૨૬.૦૨૮ અબજ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આંકડો ૩૧ અબજ ડૉલર ઘટી ગયો છે.

reserve bank of india