કરન્ટ અકાઉન્ટની ખાધ જૂનમાં ૩૬ ક્વૉર્ટરની ટોચે પહોંચી શકે

20 September, 2022 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલથી જૂનમાં વધીને જીડીપીના ૩.૪ ટકાએ જવાની ધારણા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ઇન્ડિયા રેટિંગ્સ જૂન ક્વૉર્ટરમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૩.૪ ટકા અથવા ૨૮.૪ અબજ ડૉલરની ૩૬-ક્વૉર્ટરની ઊંચી સપાટીએ પહોંચવાની અપેક્ષા રાખે છે, જે એક વર્ષ અગાઉ ૦.૯ ટકા સરપ્લસ હતી. માર્ચ ૨૦૨૨ ક્વૉર્ટરમાં, ખાધ મધ્યમ ૧.૫ ટકા અથવા ૧૩.૪ અબજ ડૉલર હતી, જ્યારે ૨૦૨૨ના પહેલા ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની સરપ્લસ ૬.૬ અબજ ડૉલર અથવા જીડીપીના ૦.૯ ટકા હતી એ સમયે દેશમાં રોગચાળાની બીજી લહેર આવી હતી. જીડીપીના હિસ્સા તરીકે ચાલુ ખાતાની ખાધ ૨૦૧૪ના પહેલા ક્વૉર્ટર પછી ૩૬-ક્વૉર્ટરની ઊંચી સપાટીએ પહોંચવાની ધારણા છે, જ્યારે એ ૪.૭ ટકા હતી. સંપૂર્ણ શબ્દોમાં કહીએ તો એ ૨૦૧૩ના ત્રીજા ક્વૉર્ટર પછી ૩૮-ક્વૉર્ટરના ઉચ્ચ સ્તરે હશે, જ્યારે ખાધ ૩૧.૮ અબજ ડૉલર હતી એમ ઇન્ડિયા રેટિંગ્સે સોમવારે એક નોંધમાં જણાવ્યું હતું.

business news gdp