ડિજિટલ ઍસેટ્સ આધારિત પ્રોડક્ટ્સ લૉન્ચ કરવા ઇન્ડિયા આઇએનએક્સે ક્લિંગ બ્લૉકચેઇન આઇએફએસસી સાથે કર્યો કરાર

14 January, 2022 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા આઇએનએક્સે ડિજિટલ ઍસેટ આધારિત પ્રોડક્ટ્સ વિકસાવવા અને એને લૉન્ચ કરવા ક્લિંગ બ્લૉકચેઇન આઇએફએસસી પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો છે.

મિડ-ડે લોગો

ઇન્ડિયા આઇએનએક્સે ડિજિટલ ઍસેટ આધારિત પ્રોડક્ટ્સ વિકસાવવા અને એને લૉન્ચ કરવા ક્લિંગ બ્લૉકચેઇન આઇએફએસસી પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો છે. ક્લિંગ બ્લૉકચેઇન આઇએફએસસી પ્રાઇવેટ લિમિટેડ એ કોસ્મિયા હોલ્ડિંગ્સ અને ક્લિંગ ટ્રેડિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું સમાન ભાગીદારીનું સંયુક્ત સાહસ છે.
વૈશ્વિક મૂડીબજારમાં ડિજિટલ ઍસેટ્સ પ્રત્યે મુખ્ય પ્રવાહનું ધ્યાન આકર્ષિત થયેલું છે. આ નવા યુગની ઍસેટ્સ લૉન્ચ કરવા માટે આઇએફએસસી પાસે રેગ્યુલેટરી સૅન્ડબૉક્સ હેઠળ સંયુક્ત અરજી કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયા આઇએનએક્સના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું કે ગિફ્ટ આઇએફએસસી ખાતે ઇન્ડિયા આઇએનએક્સ ડિજિટલ પ્રોડક્ટ્સ સંશોધિત કરી લૉન્ચ કરવા માગે છે અને એ માટેની મંજૂરી પ્રાપ્ત કરવા સંયુક્તપણે અરજી પણ કરવામાં આવી છે.

business news