દેશમાં ખાતરની ઑક્ટોબરમાં ૨૩.૪ લાખ ટનની આયાત કરાઈ

22 November, 2022 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલ ખાતરની આયાતમાંથી ડીએપી સૌથી વધુ ૧૪.૭૦ લાખ ટન

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સત્તાવાર ડેટા અનુસાર આ વર્ષે ઑક્ટોબરમાં દેશમાં યુરિયા અને ડી-એમોનિયમ ફૉસ્ફેટ (ડીએપી) સહિત ૨૩.૪ લાખ ટન ખાતરની આયાત કરવામાં આવી હતી. કુલ ખાતરની આયાતમાંથી ડીએપી સૌથી વધુ ૧૪.૭૦ લાખ ટન, ત્યાર બાદ યુરિયા ૪.૬૦ લાખ ટન, મ્યુરિયેટ ઑફ પોટાશ (એમઓપી) ૨.૩૬ લાખ ટન અને કૉમ્પ્લેક્સ ૧.૭૦ લાખ ટન આયાત થઈ છે. 

દરમ્યાન, ઑક્ટોબરમાં ખાતરનું સ્થાનિક ઉત્પાદન ૩૬.૧૦ લાખ ટન હતું, જે મહિનાના ૪૧.૫૪ લાખ ટન સેટના લક્ષ્યાંક કરતાં ઓછું છે.

business news