ઇન્ડેક્સ હેવીવેઇટની પીછેહઠ, સ્મૉલ કૅપ અને મિડ કૅપ તરફ ખરીદીનો ઝોક

14 August, 2020 12:30 PM IST  |  | Mumbai correspondent

ઇન્ડેક્સ હેવીવેઇટની પીછેહઠ, સ્મૉલ કૅપ અને મિડ કૅપ તરફ ખરીદીનો ઝોક

પ્રતીકાત્મક તસવીર

એશિયાઈ બજારોમાં તેજી, પણ યુરોપિયન બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં અત્યારે ઇન્ડેક્સ હેવીવેઇટના સ્થાને પસંદગીના શૅરો તરફ, સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ખરીદી જોવા મળી રહી છે. આ ઉપરાંત, ઉપરના મથાળે સ્થાનિક ફંડનું વેચવાલીનું સતત દબાણ હોવાથી ગઈ કાલે બીજા દિવસે પણ શૅરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં. જોકે, વ્યાપક માર્કેટમાં ખરીદી હતી અને અન્ડરટોન તેજીતરફી જોવા મળ્યો હતો.
સત્રના અંતે સેન્સેક્સ ૫૯.૧૪ પૉઇન્ટ કે ૦.૧૫ ટકા ઘટી ૩૮,૩૧૦.૪૯ અને નિફ્ટી ૭.૯૫ પૉઇન્ટ કે ૦.૦૭ ટકા ઘટી ૧૧,૩૦૦.૪૫ની સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સ ગઈ કાલે દિવસની ઊંચી સપાટીથી ૨૦૬ પૉઇન્ટ નીચે ઘટીને બંધ આવ્યો છે. એક તબક્કે એ આગલા બંધથી ૧૫૪ પૉઇન્ટ નીચે હતો. નિફ્ટી પણ દિવસની ઊંચી સપાટીથી ૫૯ પૉઇન્ટ નીચે બંધ આવ્યો છે. ઇન્ડેક્સ હેવીવેઇટમાં ગઈ કાલે  ભારતી ઍરટેલ, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ, આઇટીસી અને ઇન્ફોસીસ ઘટ્યા હતા. સામે લાર્સન ઍન્ડ ટુબ્રો, ટાઇટન, એચસીએલ ટેક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક વધ્યા હતા.
વિદેશી સંસ્થાઓ ભારતીય શૅરબજારમાં ખરીદી કરી સતત તેજીને ટેકો આપી રહી છે, પણ સામે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંના ઉપાડનો સામનો કરી રહેલી સ્થાનિક સંસ્થાઓ બજારમાં વેચાણ કરી રહી છે. વિદેશી ફંડ્સની ગઈ કાલે સતત છ દિવસથી ખરીદી હતી અને સ્થાનિક ફંડ્સની નવમા દિવસે પણ વેચવાલી હતી. વિદેશી ફંડ્સની ગઈ કાલે ૪૧૬ કરોડ રૂપિયાની ખરીદી હતી. સ્થાનિક ફંડ્સનું ૭૬૪ કરોડ રૂપિયાનું વેચાણ હતું અને એની સાથે આ મહિનામાં સ્થાનિક ફંડ્સની ૫૭૫૭ કરોડ રૂપિયાની વેચવાલી આ મહિને જોવા મળી છે.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસ, ફાર્મા ઘટીને બંધ આવ્યા હતા. આ સિવાય મેટલ્સ અને ઑટોની આગેવાની હેઠળ સાત ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી છે. એક્સચેન્જ પર ૬૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ચાર નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જયારે ૬૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી
બીએસઈ પર ૧૫૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૩૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૦૮માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૭૬ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૫૯ ટકા વધ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૭૩,૫૮૨ કરોડ વધી ૧૫૨.૮૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ફરી સ્મૉલ કૅપ અને મિડ કૅપનું આકર્ષણ
શૅરબજારમાં ઇન્ડેક્સ હેવીવેઇટ કરતાં સ્મૉલ કૅપ અને મિડ કૅપ કંપનીઓ પર ગત સપ્તાહમાં ખરીદીનો ઝોક જોવા મળી રહ્યો હતો. બે દિવસના પ્રૉફિટ બુકિંગ પછી ગઈ કાલે ફરી એમાં ખરીદીનું આકર્ષણ જોવા મળ્યું હતું. મિડ કૅપ કંપનીઓમાં ભારત ફોર્જ ૧૫.૬૭, અશોક લેલૅન્ડ ૧૪.૪૬ ટકા, ઇન્ડિયન હોટેલ્સ ૧૧.૯ ટકા, ભેલ ૮.૧૮ ટકા, ચોલામંડલમ ફાઇનૅન્સ ૮.૦૭ ટકા, જેએસડબ્લ્યુ એનર્જી ૬.૯૭ ટકા, તાતા પાવર ૫.૬૭ ટકા, આલેક્મ લૅબ ૪.૬૭ ટકા, તાતા કન્ઝ્યુમર ૪.૫૩ ટકા વધ્યા હતા. સ્મૉલ કૅપ કંપનીઓમાં લક્સ ઇન્ડિયા ૧૧.૨૫ ટકા, લેમન ટ્રી હોટેલ્સ ૯.૮૬ ટકા, ગેલેક્સી સર્ફે ૯.૪૪ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૯.૧૬ ટકા, અશોકા બીલ્ડકૉન ૭.૩૭ ટકા, અવંતી ફીડ્સ ૭.૨૯ ટકા, એનબીસીસી ૬.૯૧ ટકા અને ભારત અર્થ મૂવર્સ ૫.૪૭ ટકા વધ્યા હતા.
આઠમા દિવસે પણ ઑટો શૅરોમાં તેજી
જુલાઈ મહિનામાં વાહનોનું વેચાણ જૂન કરતાં વધ્યું છે. ગ્રામીણ ભારતમાં વાહનોની માગ કોરોનાની અસરથી બહાર આવી રહી છે અને હવે આવી રહેલા તહેવારોના કારણે માગ વધુ ઉજ્જવળ રહે એવા આશાવાદ સાથે ઑટો શૅરોની ખરીદી સતત આઠ સત્રથી જોવા મળી રહી છે. આ આઠ સત્રમાં નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૭.૧૫ ટકા વધી ગયો છે. ગઈ કાલે નિફ્ટી ઑટો ૧.૨૨ ટકા વધ્યો હતો. ભારત ફોર્જ ૧૫.૬૭ ટકા, અશોક લેલૅન્ડ ૧૪.૪૬ ટકા, તાતા મોટર્સ ૪.૫૯ ટકા, એમઆરએફ ૩.૯૨ ટકા, મધરસન સુમી ૩.૫૫ ટકા, ટીવીએસ મોટર્સ ૨.૮૪ ટકા, હીરો મોટોકોર્પ ૧.૫૧ ટકા, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૬ ટકા, મારુતિ ૦.૯૨ ટકા, બૉશ લિમિટેડ ૦.૮૭ ટકા, અમરરાજા બેટરીઝ ૦.૦૭ ટકા વધ્યા હતા. આઇશર મોટર્સ ૨.૦૬ ટકા, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૯ ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૦.૧૫ ટકા ઘટ્યા હતા.
બૅન્કિંગમાં ઘટાડો
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૩૦ ટકા ઘટીને બંધ આવ્યો હતો. બુધવારે તેજીમાં રહેલા સરકારી બૅન્કિંગ ક્ષેત્રમાં ગઈ કાલે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૧.૦૧ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક ૨.૮૩ ટકા, યુનિયન બૅન્ક ૧.૭૮ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૬૫ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૪૮ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૩૩ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૦૩ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૦.૯૪ ટકા, યુકો બૅન્ક ૦.૭૨ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૪૭ ટકા ઘટ્યા હતા તો બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૪૧ ટકા વધ્યો હતો.
નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૨૮ ટકા ઘટ્યો હતો. ગઈ કાલે બંધન બૅન્ક ૨.૧૯ ટકા, આરબીએલ બૅન્ક ૧.૨૨ ટકા, સિટી યુનિયન બૅન્ક ૦.૭૬ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૪૩ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૨૬ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૨૪ ટકા ઘટ્યા હતા. સામે આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૮૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૪ ટકા અને ફેડરલ બૅન્ક ૦.૧૯ ટકા વધ્યા હતા.
ત્રીજા દિવસે પણ ફાર્મામાં પ્રૉફિટ બુકિંગ
સોમવારે પાંચ ટકાની તેજી પછી સતત ત્રણ દિવસથી ફાર્મા શૅરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેકસ ૦.૯૭ ટકા ઘટ્યો હતો અને ત્રણ દિવસમાં એમાં ૩.૮૮ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓરોબિંદો ફાર્મા ૫.૬૩ ટકા, સન ફાર્મા ૨.૧૦ ટકા, લુપીન ૧.૧ ટકા, ટોરેન્ટ ફાર્મા ૦.૬૯ ટકા, બાયોકોન ૦.૫૩ ટકા, ડૉ, રેડ્ડીઝ ૦.૨૨ ટકા, સિપ્લા ૦.૧૪
ટકા ઘટ્યા હતા. સામે અલ્કેમ લેબ ૪.૬૭ ટકા અને કેડિલા હેલ્થ ૦.૨૧ ટકા વધ્યા હતા.

business news