News In Shorts: સ્ટાર્ટઅપ્સ માટે આઇપી ફૅસિલિટેટર્સના વ્યાવસાયિક ચાર્જમાં વધારો કરાયો

03 December, 2022 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે શુક્રવારે કહ્યું કે તેણે સ્ટાર્ટઅપ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી પ્રોટેક્શન (એસઆઇપીપી) સ્કીમ હેઠળ આઇપી ફૅસિલિટેટર્સ માટેની ફી લગભગ બમણી કરી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ડિજિટલ ઇકૉનૉમીમાંથી બે વર્ષમાં એક કરોડ રોજગારીનો સરકારી લક્ષ્યાંક

આઇટી અને સંચાર પ્રધાન અશ્વની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે સરકારે ડિજિટલ અર્થતંત્રના ત્રણ મુખ્ય સેગમેન્ટ - ઇલેક્ટ્રૉનિક્સ, સ્ટાર્ટ-અપ્સ અને આઇટી અને આઇટી-સક્ષમ સેવાઓમાં આગામી બે વર્ષમાં એક કરોડ જૉબને પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
સ્ટાર્ટ-અપ્સ માટે એક ESCSTPI ઇવેન્ટમાં બોલતાં વૈષ્ણવે કહ્યું કે ડિજિટલ અર્થતંત્રના ત્રણ મોટા સ્તંભો - ઇલેક્ટ્રૉનિક્સ મૅન્યુફૅક્ચરિંગ, આઇટી અને આઇટીઈસ, સ્ટાર્ટ-અપ્સ છે, જેઓએ ૮૮થી ૯૦ લાખ નોકરીઓનું સર્જન કર્યું છે.
પ્રધાને કહ્યું કે સરકારે લક્ષ્ય નક્કી કર્યું છે કે આમાં આપણે આવનારાં બે વર્ષમાં એક કરોડ નોકરીઓ કોઈ પણ પ્રકારની શંકા વિના સરળતાથી પાર કરી લઈશું.
તેમણે કહ્યું કે ડિજિટલ અર્થવ્યવસ્થા અને એની સાથે સંકળાયેલ રોજગાર હવે એક મુખ્ય વલણ છે અને અન્ય વલણ વિવિધતા છે.

એસ્ટ્રાઝેનેકાને ઍન્ટિ-ડાયાબિટીઝ દવાની મંજૂરી મળી

ડ્રગ ફર્મ એસ્ટ્રાઝેનેકા ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે એને દેશના ડ્રગ રેગ્યુલેટર પાસેથી ઍન્ટિ-ડાયાબિટીઝ દવા - ડાપાગ્લિફ્લોઝિનનું માર્કેટિંગ કરવાની મંજૂરી મળી છે. 
કંપનીએ કહ્યું કે એને ક્રૉનિક કિડની ડિસીઝ ધરાવતા ડાયાબિટીઝના દરદીઓ માટે સૂચવવામાં આવેલી દવા માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન પાસેથી મંજૂરી
મળી છે.
આ મંજૂરી ડાયાબિટીક અને નૉન-ડાયાબિટીક ક્રૉનિક કિડની ડિસીઝ બન્ને દરદીઓ માટે લાગુ છે, એમ તે ઉમેરે છે. 

પીએમ ગતિશક્તિ માટે પાંચ સામાજિક ક્ષેત્રના વિભાગો કાર્યરત

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પીએમ ગતિશક્તિ પહેલ દ્વારા તેમના દ્વારા સંકલિત અને કાર્યક્ષમ માળખાકીય વિકાસ માટે આરોગ્ય અને પંચાયતી રાજ સહિત પાંચ સામાજિક ક્ષેત્રના વિભાગો સાથે સંકળાયેલું છે એમ એક ટોચના સરકારી અધિકારીએ  જણાવ્યું હતું.
૧૩મી ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના હેતુથી ગતિશક્તિ-નૅશનલ માસ્ટર પ્લાન લૉન્ચ કર્યો હતો. આ યોજના દેશમાં અસરકારક અને સંકલિત માળખાકીય વિકાસ માટે ટેક્નૉલૉજી આધારિત સાધન છે. તમામ લૉજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, જેમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો સમાવેશ થાય છે એ પીએમ ગતિશક્તિ પહેલ હેઠળ રચાયેલા નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (એનપીજી) દ્વારા કરવામાં આવે છે.
આ પહેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે સારું કામ કરી રહી છે. અમે તાજેતરમાં સામાજિક ક્ષેત્રના વિભાગો સાથે જોડાણ કરવાનું શરૂ કર્યું છે એ જોવા માટે કે અમે આ ક્ષેત્રોમાં કામગીરી સુધારવા માટે (પહેલ)નો કેવી રીતે ઉપયોગ કરી શકીએ. અમે અમારી ક્ષિતિજને સામાજિક ક્ષેત્ર સુધી વિસ્તરણ કરવાનું શરૂ કર્યું છે એમ ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગના સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું.
પાંચ મંત્રાલયો/વિભાગો આરોગ્ય, મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ વિભાગ, શિક્ષણ અને આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલય છે.

સ્ટાર્ટઅપ્સ માટે આઇપી ફૅસિલિટેટર્સના વ્યાવસાયિક ચાર્જમાં વધારો કરાયો

સરકારે શુક્રવારે કહ્યું કે તેણે સ્ટાર્ટઅપ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી પ્રોટેક્શન (એસઆઇપીપી) સ્કીમ હેઠળ આઇપી ફૅસિલિટેટર્સ માટેની ફી લગભગ બમણી કરી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે સુધારેલી યોજના બીજી નવેમ્બરથી લાગુ પડશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સ દ્વારા ફાઇલ કરાયેલી આઇપી અરજીઓની સંખ્યામાં વધારો કરવા માટે સ્ટાર્ટઅપ્સને ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવા માટે આઇપી ફૅસિલિટેટર્સને વધુ પ્રોત્સાહિત કરવા હવે આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે અને સુવિધા ફીમાં ઓછામાં ઓછા ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
પેટન્ટ માટે, અરજી ફાઇલ કરતી વખતે ફી અગાઉ ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. એવી જ રીતે, ટ્રેડમાર્ક અને ડિઝાઇન માટે એને ૨૦૦૦ રૂપિયાથી વધારીને ૩૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.
સ્ટાર્ટઅપ્સના આઇપી અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે અને તેમની વચ્ચે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ૨૦૧૬માં એસઆઇપીપી યોજના શરૂ કરી હતી.

business news