દેશમાં ચણા, મસૂર અને મગના રવી વાવેતર વિસ્તારમાં વધારો

03 December, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વટાણા અને અડદના વાવેતર વિસ્તારમાં વાર્ષિક ધોરણે ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ૨ ડિસેમ્બર સુધીમાં રવી સીઝનનાં મસૂર અને ચણા અને મગના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે, પરંતુ વટાણા અને અડદના વાવેતર વિસ્તારમાં વાર્ષિક ધોરણે હજી ઘટાડો છે.
ચણાનું બે ડિસેમ્બર સુધીમાં કુલ વાવેતર વિસ્તાર વાર્ષિક ધોરણે ૫.૩૧ ટકા વધીને ૭૯.૮૨ લાખ હેક્ટર થયું છે,  ગત વર્ષે ૭૫.૮૦ લાખ હેક્ટર હતું. આમાં આંધ્ર પ્રદેશમાં વાવેતર વિસ્તાર ૨.૭૨ લાખ હેક્ટરથી ૭.૭૨ ટકા ઘટીને ૨.૫૧ લાખ હેક્ટર થયુ છે. કર્ણાટકમાં ૯.૮૦ લાખ હેક્ટરથી ૯.૫૯ ટકા વધીને ૧૦.૭૪ લાખ હેક્ટર થયું છે.
મહારાષ્ટ્રમાં સૌથી અધિક ૪૧.૫૧ ટકાનો વધારો થયો હતો. બે ડિસેમ્બર સુધીમાં રવી ચણાનો વાવેતર વિસ્તાર ૧૪.૭૬ લાખ હેક્ટર હતો, જે ગત વર્ષનાં સમાન ગાળામાં ૧૦.૪૩ લાખ હેક્ટર હતો. મધ્ય પ્રદેશમાં વાવેતર વિસ્તાર વાર્ષિક ધોરણે ૧૪.૪૪ ટકા ઘટીને ૨૦.૦૨ લાખ હેક્ટરથી ૧૭.૧૩ લાખ હેક્ટર થયો છે. ઉત્તર પ્રદેશમાં ૧૮.૪૬ લાખ હેક્ટરથી ૧૦.૬૭ ટકા વધીને ૨૦.૪૩ લાખ હેક્ટર થયો છે. ઉત્તર પ્રદેશમાં ૫.૬૩ લાખ હેક્ટરથી ૩.૩૨ ટકા વધીને ૫.૮૨ લાખ હેક્ટર થયુ છે, જ્યારે અન્ય રાજ્યોમાં ૮.૭૩ લાખ હેક્ટરથી ૩.૪૬ ટકા ઘટીને ૮.૪૩ લાખ હેક્ટર થયું છે.
ભારતમાં મસૂરના વાવેતર વિસ્તારમાં ૦.૮૧ ટકાનો વધારો થયો છે. બે ડિસેમ્બર સુધીમાં રવી મસૂરનો વાવેતર વિસ્તાર ૧૩.૩૮ લાખ હેક્ટર થયો છે, જે ગત વર્ષનાં સમાન ગાળામાં ૧૩.૨૭ લાખ હેક્ટર હતો. ઉત્તર પ્રદેશમાં વાવેતર વિસ્તાર સૌથી અધિક ૬.૬૨ ટકા ઘટ્યો છે. સૂચિત સમયગાળામાં વાવેતર વિસ્તાર ૫.૫૧ લાખ હેક્ટરથી ઘટીને ૫.૧૫ લાખ હેક્ટર થયો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં વાવેતર વિસ્તાર ૯.૭૭ ટકાથી વધીને ૫.૧૨ લાખ હેક્ટરથી ૫.૬૨ લાખ હેક્ટર થયો છે. અન્ય રાજ્યોમાં પણ ૨.૬૪ લાખ હેક્ટરથી ૧.૦૨ ટકા ઘટીને ૨.૬૧ લાખ હેક્ટર થયો છે,
જ્યારે ઉત્તર પ્રદેશમાં વાવેતર વિસ્તાર ૪.૯૫ લાખ હેક્ટરથી વધીને ૪.૩૯ લાખ હેક્ટર થયો છે, જે વાર્ષિક ધોરણે ૧૧.૪૭ ટકાનો ઘટાડો દર્શાવે છે, પરંતુ મધ્ય પ્રદેશમાં વાવેતર વિસ્તાર ૨.૫૯ ટકા વધીને ૧.૯૩ લાખ હેક્ટરથી ૧.૯૮ લાખ હેક્ટર થયો છે. અન્ય રાજ્યોમાં વાવેતર વિસ્તાર ૧૧.૮૦ ટકા ઘટીને ૯૭ હજાર હેક્ટરમાં થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં ૧.૧૦ લાખ હેક્ટર થયું છે. આમ કુલ વટાણાનો વાવેતર વિસ્તાર દેશમાં ૭.૯૯ લાખ હેક્ટરથી ૮.૧૨ ટકા ઘટીને ૭.૩૪ લાખ હેક્ટર થયું છે.
દેશમાં અડદનો વાવેતર વિસ્તાર બે ડિસેમ્બર સુધીમાં વાર્ષિક ધોરણે ૧.૭૪ ટકા ઘટીને ૩.૨૩ લાખ હેક્ટરથી ૩.૧૭ લાખ હેક્ટર થયો છે. સૌથી વધુ ઘટાડો આંધ્ર પ્રદેશમાં ૨૫.૬૧ ટકાનો ઘટાડો થયો છે. આંધ્ર પ્રદેશમાં આ રવી અડદનું વાવેતર વિસ્તાર ૬૧ હજાર હેક્ટર થયું છે, જે ગત વર્ષના સમાન ગાળામાં ૮૨ હજાર હેક્ટર થયું છે, પરંતુ તામિલનાડુમાં સૂચિત સમયગાળામાં વાવેતર વિસ્તાર ૧.૬૬ લાખ હેક્ટરથી ૧૫.૫૬ ટકા વધીને ૧.૯૨ લાખ હેક્ટર થયું છે. અન્ય રાજ્યોમાં વાવેતર વિસ્તાર ૭૪ હજાર હેક્ટરથી ૧૪.૧૫ ટકા ઘટીને ૬૪ હજાર હેક્ટર થયું છે.
મગનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે. કુલ વાવેતર વિસ્તાર દેશમાં બે ડિસેમ્બર સુધીમાં ૬૯ હજાર હેક્ટર થયું છે, જે ગત વર્ષના સમાન ગાળામાં ૬૭ હજાર હેક્ટર થયું છે. જોકે, તામિલનાડુમાં વાવેતર વિસ્તાર ૨.૩૦ ટકા ઘટીને ૨૬ હજાર હેક્ટર થયું છે. આંધ્ર પ્રદેશમાં ૧૧.૧૧ ટકા ઘટીને નવ હજાર હેક્ટરથી આઠ હજાર હેક્ટર થયું છે. જોકે, અન્ય રાજ્યોમાં
વાવેતર વિસ્તાર ૩૨ હજાર હેક્ટરથી ૧૧.૨૯ ટકાથી વધીને ૩૬ હજાર હેક્ટર થયું છે.

business news