ક્રિપ્ટો-વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટના ટીડીએસને લગતા નિયમો જાહેર

23 June, 2022 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષમાં ૧૦,૦૦૦થી વધુની ચુકવણી પર એક ટકાનો દર લાગુ પડશે

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા વિભાગે વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો માટે ટીડીએસ કપાત માટે વિગતવાર જાહેરાતની આવશ્યકતા બહાર પાડી છે, જે હેઠળ ટ્રાન્સફરની તારીખ અને ચુકવણીનો મોડ ઉલ્લેખિત કરવાનો રહેશે.

પહેલી જુલાઈથી એક વર્ષમાં ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અથવા ક્રિપ્ટોકરન્સી તરફની ચુકવણી પર એક ટકા કરકપાત કરવામાં આવશે, કારણ કે ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૨એ આઇટી ઍક્ટમાં કલમ ૧૯૪એસ દાખલ કરી છે.

નવી જોગવાઈના અમલીકરણની દોડમાં, સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)એ ૨૧ જૂને ફૉર્મ ૨૬ક્યુઈ અને ફૉર્મ ૧૬ઈમાં ટીડીએસ રિટર્ન ભરવાના સંદર્ભમાં આઇટી નિયમોમાં અમુક સુધારાની સૂચના આપી હતી.

સીબીડીટીએ સૂચના આપી છે કે કલમ ૧૯૪એસ હેઠળ એકત્ર કરવામાં આવેલા ટીડીએસ જે મહિનાના અંતમાં કપાત કરવામાં આવી છે એના ૩૦ દિવસની અંદર જમા કરવામાં આવશે. ચલણ-કમ-સ્ટેટમેન્ટ ફૉર્મ ૨૬ક્યુઈમાં કાપવામાં આવેલા ટૅક્સની ડિપોઝિટ કરવામાં આવશે.

business news