રાજસ્થાનમાં રાયડાનું વાવેતર ૪૩ ટકા વધ્યું, ચણાનું ગત વર્ષ જેટલું જ વાવેતર

26 November, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંના વાવેતરમાં ૩૧ ટકાનો વધારો જોવા મળ્યો, જવનું પણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

રાયડાના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા રાજસ્થાનમાં ચાલુ વર્ષે રાયડાના વાવેતરમાં ૪૩ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જ્યારે ચણાનું વાવેતર સરેરાશ સ્ટેબલ છે. ઘઉં-જવના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
રાજસ્થાન કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ મુજબ રાજસ્થાનમાં રાયડાનું કુલ વાવેતર ૩૨.૩૯ લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે આ સમયે ૨૨.૭૦ લાખ હેક્ટરમાં થયું હતું. આમ ૪૨.૬૭ ટકાનો વધારો થયો છે. રાજસ્થાનની સરકારે રાયડાના વાવેતરનો આ વર્ષે કુલ ૨૮ લાખ હેક્ટરમાં વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની તુલનાએ ૧૧૫.૬૮ ટકા વાવેતર પૂર્ણ થયું છે. તારમિરાનું વાવેતર પણ ૧,૨૧,૩૧૦ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૫૨,૩૦૦ હેક્ટરમાં થયું હતું.
ચણાનું વાવેતર ૨૦ લાખ હેક્ટરના લક્ષ્યાંક સામે ૮૭,૦૦૦ પૂર્ણ થઈને ૧૭.૪૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૧૩.૩૫ લાખ હેક્ટરમાં થયું હતું.
ઘઉંનું વાવેતર સેરરાશ ૧૫.૧૫ લાખ હેક્ટરમાં થયું હતું, જે ગત વર્ષે ૧૧.૫૮ લાખ હેક્ટરમાં થયું હતું. આમ ૩૧ ટકાનો વધારો થયો છે. રાજસ્થાન જવનો પણ સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ છે, જેનું વાવેતર ૧૮ ટકા વધ્યું છે.

business news