સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક મારફતે પીએમસી બૅન્ક હસ્તગત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી

19 June, 2021 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅન્ક (પીએમસી) હસ્તગત કરવા માટેની ઑફરના અનુસંધાનમાં આ મંજૂરી આપવામાં આવી છે.

મિડ-ડે લોગો

રિઝર્વ બૅન્કે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે સેન્ટ્રમ ફાઇનૅન્શિયલ સર્વિસિસ લિમિટેડને સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅન્ક (પીએમસી) હસ્તગત કરવા માટેની ઑફરના અનુસંધાનમાં આ મંજૂરી આપવામાં આવી છે.
સેન્ટ્રમ અને ભારત પેના કન્સોર્ટિયમે પીએમસી બૅન્ક ખરીદવામાં રસ દાખવ્યો હતો. અહેવાલો અનુસાર સેન્ટ્રમ અને ભારત પે નવી રચાનારી સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કમાં ૫૦-૫૦ ટકા હિસ્સો ધરાવશે અને પીએમસી બૅન્કની સંપત્તિઓ અને લાયેબિલિટીઝ એ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કમાં ટ્રાન્સફર કરશે.
સેન્ટ્રમ લાગુ કાયદાની જોગવાઈઓ અનુસાર રાઇટ ઇશ્યુ અથવા ખાનગી પ્લેસમેન્ટ દ્વારા ઇક્વિટી કેપિટલ ઊભું કરવાની યોજના ધરાવે છે. તે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા ૧૦૦૦ કરોડ  રૂપિયા એકત્ર કરવા વિશે પણ વિચારણા કરશે.
રિઝર્વ બૅન્કે પીએમસી બૅન્કમાં ગેરરીતિઓ ધ્યાનમાં આવ્યા બાદ ૨૦૧૯માં એ બૅન્કને પ્રતિબંધ હેઠળ મૂકી હતી. 

business news