મેમાં બીએસઈ સ્ટાર એમએફ દ્વારા ૫૦ ટકા નેટ ઇક્વિટી ફન્ડ્સ એકત્ર કરાયું

12 June, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં કુલ ૯.૩૮ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા એની સામે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ના માત્ર બે મહિના (એપ્રિલ-મે)માં  તેના ૨૪ ટકા એટલે કે ૨.૨૫ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

મેમાં બીએસઈ સ્ટાર એમએફ દ્વારા ૫૦ ટકા નેટ ઇક્વિટી ફન્ડ્સ એકત્ર કરાયું

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ચાલુ વર્ષના મે મહિના દરમ્યાન ઇક્વિટી ફન્ડસમાં કુલ ૧૦,૦૮૩ કરોડની ચોખ્ખી આવક થઈ હતી, તેમાં બીએસઈ સ્ટાર મ્યુચ્યુઅલ ફન્ડનો હિસ્સો  ૫૧૪૭ રૂપિયા કરોડ રહ્યો હતો, જે ૫૦ ટકાથી અધિક છે. આ ઉપરાંત બીએસઈ સ્ટાર મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા ચાલુ વર્ષના મે મહિનામાં સૌથી અધિક ૧.૧૪ કરોડ ટ્રાન્ઝેક્શન્સનો રેકૉર્ડ કર્યો હતો. એ પૂર્વે  એપ્રિલ, ૨૦૨૧માં ૧.૧૧ કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. આ પ્લૅટ-ૉર્મ પર અન્ય એક રેકૉર્ડ મે મહિનામાં એ સર્જાયો કે એક જ મહિનામાં ૬.૮૮ લાખ નવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) નોંધાયા હતા. આ પૂર્વે માર્ચ, ૨૦૨૧માં સૌથી અધિક ૫.૪૫ લાખ SIPs નોંધાયા હતા. સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં કુલ ૯.૩૮ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા એની સામે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ના માત્ર બે મહિના (એપ્રિલ-મે)માં  તેના ૨૪ ટકા એટલે કે ૨.૨૫ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

business news