ગુજરાતમાં પ્રાથમિક સ્તરે મગફળીનું ૪૧ ટકા અને કપાસનું ૬૭ ટકા વાવેતર વધ્યું

23 June, 2022 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં કુલ વાવેતર વિસ્તારમાં ગયા વર્ષની તુલનાએ ૪૯ ટકાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વાવેતરલાયક વરસાદનો હજી સર્વત્ર અભાવ છે, પરંતુ ખરીફ વાવેતરમાં વેગ આવી રહ્યો છે. ગુજરાતમાં ૨૦ જૂન સુધીમાં સરકારી આંકડાઓ મુજબ મગફળીનું ૨૦ ટકા અને કપાસની ૨૫ ટકા વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જોકે વરસાદના અભાવે આમાંથી અનેક વિસ્તારમાં વાવેતર નિષ્ફળ જવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને આગોતરા વાવેતર થયા છે એમાં મોટી અસરની ભીતિ છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગના આંકડાઓ પ્રમાણે રાજ્યમાં કપાસના સરેરાશ ૨૪ લાખ હેક્ટરની તુલનાએ ૫.૮૯ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, જે ગયા વર્ષની તુલનાએ ૬૭ ટકાનો વધારો બતાવે છે. મગફળીનું પણ ૧૮.૪૨ લાખ હેક્ટરના સરેરાશ વાવેતરની તુલનાએ આ વર્ષે અત્યાર સુધીમાં ૩.૬૬ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જે ગયા વર્ષ કરતાં ૪૧ ટકા વધારે છે.

ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર ૧૦.૨૪ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આ સમયે ૬.૮૯ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૪૮ ટકાનો વધારો બતાવે છે.

business news