નવાં ઊભરતાં અર્થતંત્રોમાં gdp આવતા વર્ષના પ્રારંભ સુધીમાં કોરોના પૂર્વેની સ્થિતિમાં આવી જશેઃ વર્લ્ડ બૅન્ક

13 October, 2021 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોંધનીય છે કે કોરોના રોગચાળાને લીધે વિકાસશીલ દેશોમાં વૃદ્ધિદર મોટા પાયે ઘટ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ બૅન્કે કહ્યું છે કે અનેક નવાં ઊભરતાં અર્થતંત્રોમાં કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી) આવતા વર્ષના પ્રારંભિક સમય સુધીમાં કોરોના રોગચાળા પૂર્વેની સ્થિતિમાં આવી જશે. જોકે માથાદીઠ આવક પૂર્વવત્ થવામાં વધારે સમય લાગશે.

વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસે સોમવારે કહ્યું હતું કે નવાં ઊભરતાં અનેક અર્થતંત્રોમાં તથા યુરોપ અને મધ્ય એશિયાના વિકાસશીલ દેશોમાં વર્તમાન કૅલેન્ડર વર્ષે આર્થિક સુધારો થયો છે અને વૃદ્ધિદર ૫.૫ ટકા રહેવાની ધારણા છે. અમુક દેશોમાં સુધારો ધીમો છે

અને ઘણા મોટા પડકાર પણ દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે કોરોના રોગચાળાને લીધે વિકાસશીલ દેશોમાં વૃદ્ધિદર મોટા પાયે ઘટ્યા હતા. જોકે ચીન અને સંયુક્ત આરબ અમીરાત જેવાં ઊભરતાં અર્થતંત્રોએ રોગચાળા પર વહેલો કાબૂ મેળવી લીધો હોવાથી ત્યાં આર્થિક સુધારો ઝડપથી આવ્યો છે.

business news