જો ઈમરજન્સીમાં પૈસા જોઈએ છે, તો આ વિકલ્પથી મળે રોકડા

19 August, 2019 04:31 PM IST  |  દિલ્હી

જો ઈમરજન્સીમાં પૈસા જોઈએ છે, તો આ વિકલ્પથી મળે રોકડા

જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે અચાનક મોટી રકમની જરૂર પડે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિ હોય તો આપણે દેવું કરવા માટે તૈયાર થઈ જતા હોઈએ છીએ. પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે લોન એવી લેવી જોઈએ જેને ચૂકવવું સહેલું થઈ પડે. અને તમને લોન ચૂકવવા માટે પૂરતો સમય પણ મળી રહે. આજે અમે તમને લોનના કેટલાક એવા ઓપ્શન આપીશું જેમાંથી એક પસંદ કરીને તમે ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો.

પે ડે લોન

નોકરિયાત લોક માટે ફાઈનાન્સિયલ ક્રાઈસિસ દરમિયાન આ સૌથી પહેલો અને સારો વિકલ્પ છે. જેમાં તમને તાત્કાલિક રોકડ મળી શકે છે. આ લોન કર્મચારીની આવક અને ક્રેડિટ પ્રોફાઈલના આધારે આપવામાં આવે છે. આ લોનની સૌથી સારી વાત એ છે કે તેમની સમય મર્યાદા લાંબી નથી હોતી. આ લોન માટે અપ્લાય કરવાની રીત પર્સનલ લોન જેવી જ હોય છે.

પર્સનલ લોન

આ પ્રકારની લોન કોઈ પણ વ્યક્તિ બેન્કમાં જઈને લઈ શકે છે. બસ તમે બેન્કના માપદંડમાં ખરા ઉતરવા જોઈએ. આ લોન લેતા સમયે તમારી પાસે આવક અને આઈડી પ્રૂફ, પાન કાર્ડ, સેલરી સ્લિપ, બેન્ક સ્ટેટમેન્ટ, અને ટેક્સ સ્ટેટમેન્ટ હોવું જોઈએ. પર્સન લોન પર સામાન્ય રીતે 11થી 25 ટકા વાર્ષિક વ્યાજ લાગે છે.

ગોલ્ડ પર લોન

અહીં તમે તમારા ઘરેણાં, સિક્કા, બિસ્કિટ વગેરે ગિરવે મૂકવાના હોય છે અને બદલામાં તમને તાત્કાલિક લોન મળી જાય છે. તેમાં ગિરવે મૂકાયેલા સોના 18 કેરેટ કે તેનાથી વધુ હોવું જોઈએ. ગોલ્ડ લોનની વિશેષતા એ છે કે તેમાં વ્યાજ દર પર્સનલ લોન કરતા ઓછું હોય છે અને આ તમારા ક્રેડિટ સ્કોરને ખાસ ફરક નહીં પડે.

આ પણ વાંચોઃ એક્સિસ બેન્કે ઘટાડ્યા વ્યાજદર, હોમ અને ઓટો લોન થશે સસ્તી

ક્રેડિટ કાર્ડ કાર્ડથી રોકડ ઉપાડો

તાત્લાકિ રોકડ મેળવવા માટે આ સૌથી ખરાબ વિકલ્પ છે. ક્રેડિટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડવાનો વિકલ્પ સૌથી છેલ્લો હોવો જોઈએ. કારણ કે આમ કરવાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થવાની શક્યતા રહે છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં વ્યાજ દર સૌથી વધુ હોય છે. ગ્રાહકોને વ્યાજમાં ફ્રી વાળી ટાઈમ લિમિટ પણ નથી મળતી. તેમાં વ્યાજ ઉપરાંત વધારાની ફી પણ લાગે છે, જેને એડવાન્સ ફીઝ કહે છે.

business news