જ્યારે બજેટમાં થઈ હતી મેરિડ અને અનમેરિડ માટે અલગ-અલગ ટેક્સની જોગવાઈ

01 February, 2023 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બધા વચ્ચે એક કેન્દ્રીય બજેટ (Union Budget) એવું પણ હતું, જેમાં પરિણીત અને અવિવાહિતો માટે અલગ-અલગ ઈનકમ ટેક્સ સ્લેબ્સની જાહેરાત થઈ.

પ્રતીકાત્મક તસવીર

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એક ફેબ્રુઆરીના દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે. ટેક્સપેયર્સ (Taxpayers)ને આશા છે કે સરકાર બજેટ માટે કેટલીક છૂટની જાહેરાત કરશે. આઝાદી પછીથી અલગ-અલગ દળોની સરકારોએ પોતાના બજેટમાં ટેક્સ સાથે જોડાયેલી કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. કેટલાક બજેટમાં ટેક્સપેયર્સને રાહત મળી, તો કેટલાક બજેટમાં થયેલી જાહેરાતોએ ટેક્સપેયર્સ પર બોજ વધાર્યો. આ બધા વચ્ચે એક કેન્દ્રીય બજેટ (Union Budget) એવું પણ હતું, જેમાં પરિણીત અને અવિવાહિતો માટે અલગ-અલગ ઈનકમ ટેક્સ સ્લેબ્સની જાહેરાત થઈ.

પરિણીત અને અવિવાહિતો માટે ટેક્સ સ્લેબ
વાત 1955-56ના કેન્દ્રીય બજેટની છે. ત્યારે દેશના તત્કાલીન નાણાંમંત્રી સીડી દેશમુખ હતા. તેમણે બજેટમાં પરિણીતો અને અવિવાહિતો માટે અલગ-અલગ ઈનકમ ટેક્સ સ્લેબ કર્યા હતા. સરકારે ફેમિલી સ્કીમ શરૂ કરવા માટે ટેક્સ સ્લેબની આ જોગવાઈ લાવી હતી. નાણાંમંત્રી સીડી દેશમુખે પરિણીતો પાસેથી 1500 રૂપિયાના ટેક્સ એક્ઝેમ્પ્ટ સ્લેબ વધારીને 2,000 રૂપિયા કરી દીધું હતું, જ્યારે અવિવાહિતો માટે આને ઘટાડીનો 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું હતું.

બજેટ સ્કીમનું હિન્દી વર્ઝન
પરિણીત અને અવિવાહિતો માટે અલગ-અલગ ટેક્સ સ્લેબ યોજના પંચની ભલામણોના આધારે બનાવવામાં આવ્યું હતું. આની સાથે જ બજેટમાં ઈનકમ ટેક્સ પર અધિકતમ દરોને પાંચ આનાથી ઘટાડીને ચાર આના કરી દેવામાં આવ્યું હતું. 1955-56ના બજેટમાં પહેલીવાર બજેટ સ્કીમનું હિન્દી વર્ઝન પણ લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ એન્યુઅલ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટનું હિન્દી વર્ઝન અને એક્સપ્લેનેટરી મેમોરેન્ડમ સર્ક્યુલેટ કરવામાં આવે છે.

1955-56માં ટેક્સ સ્લેબ
જો 1955-56ના ટેક્સ સ્લેબની વાત કરીએ, તો 0થી 1000 રૂપિયાની વાર્ષિક આવક પર ટેક્સ ભરવાનો વારો નથી આવતો. 1001 રૂપિયાથી 5000 રૂપિયાની આવક પર રૂપિયામાં નવ પાઈ જેટલનં ટેક્સ ભરવાનું આવતું હતું. 5001 રૂપિયાથી 7500 રૂપિયાની કમાણી પર રૂપિયામાં એક આના અને નવ પાઈ ટેક્સનું પેમેન્ટ કરવું પડતું હતું. 

આ પણ વાંચો : Union Budget 2023 : જાણો કેવી રીતે બન્યું બોગેટમાંથી બજેટ, આ છે મૂળ કારણ...

7501 રૂપિયાથી 10000 રૂપિયાની કમાણી પર રૂપિયામાં બે આના અને ત્રણ પાઈ ટેક્સ આપવાનું આવતું હતું. 10,001 રૂપિયાથી 15000 રૂપિયાની આવક પર ઈનકમ ટેકસનું પેમેન્ટ રૂપિયામાં ત્રણ આના અને નવ પાઈ હતુ. 15,001 રૂપિયા અને તેનાથી વધારેની આવક પર રૂપિયામાં ચાર આના ટેક્સ તરીકે આપવા પડતા હતા.

આ પણ વાંચો : Union Budgetજાણો ક્યારે રજૂ કરવામાં આવ્યું ભારતનું સૌથી પહેલું બજેટ,તેની ખાસિયતો

આ વખતના બજેટ પાસેથી છે આ આશાઓ
બજેટ 2023-24 પાસેથી પણ ટેક્સપેયર્સને આશા છે. આયકર વિભાગ પ્રમાણે 2022માં ભરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)ના લગભગ 50 ટકા સેલરીડ ક્લાસે ભર્યું હતું. આથી એવા ટેક્સપેયર્સને આશા છે કે સરકાર બજેટ 2023માં તેમને માટે ખાસ જાહેરાત કરશે. તાજેતરમાં જ નાણાંમંત્રીએ કહ્યું હતું કે તે મિડલ ક્લાસ પર પડતા દબાણને સમજે છે. સરકાર તેમના હિતમાં પગલાં લેશે. 

business news union budget nirmala sitharaman finance ministry national news budget