SBIના ગ્રાહકો માટે મહત્વની છે આ ખબર, 1 ઑક્ટોબરથી બદલાશે આ નિયમો

12 September, 2019 05:32 PM IST  |  મુંબઈ

SBIના ગ્રાહકો માટે મહત્વની છે આ ખબર, 1 ઑક્ટોબરથી બદલાશે આ નિયમો

SBIના ગ્રાહકો માટે મહત્વની છે આ ખબર

જો તમે SBIના ગ્રાહક છો તો પહેલી ઓક્ટોબરથી તમારા માટે ઘણું બદલાઈ રહ્યું છે. બેંક તેના અનેક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં સૌથી પહેલા તો તમારે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવામાં જે ચાર્જ લાગતો તેમાં ઘટાડાનો ફાયદો મળશે. NEFT અને RTGSથી થતા ટ્રાન્ઝેક્શન સસ્તા થશે. અર્બન વિસ્તારમાં મિનિમમ બેલેન્સ 5000 થી ઘટાડીને 3000 કરી દેવામાં આવ્યું છે. નવા નિયમો અનુસારો, જો કોઈ પોતાના ખાતામાં 3000 રૂપિયા મિનિમમ બેલેન્સ નથી રાખતું અને તેની રકમ ઘટીને 1500 થઈ જાય છે તો તેને 10 રૂપિયાનો ચાર્જ અને જીએસટી આપવો પડશે. કોઈના અકાઉન્ટમાં બેલેન્સ 3000 રૂપિયાથી 75 ટકાથી ઓછું થયું તો પેનલ્ટી 15 રૂપિયા પ્લસ જીએસટી લાગી શકે છે. જે હાલ 80 રૂપિયા પ્લસ જીએસટી છે.

તો સેમી અર્બન બ્રાંચમાં એસબીઆઈના ગ્રાહકોએ પોતાના ખાતામાં 2, 000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે. રૂરલ બ્રાંચમાં 1, 000 રૂપિયાની એવરેજ મેઈનટેઈન કરવી પડશે. સેમી અર્બન બ્રાંચમાં જો ગ્રાહક 50 ટકાથી ઓછું બેલેન્સ મેઈનટેઈન કરી શકે છે તો તેના સાડા સાતા રૂપિયા પ્લસ જીસએટી આપવું પડશે. 50 થી 75 ટરા સુધીની રકમને મેઈનટેઈન કરવા પર 10 રૂપિયા ચાર્જ સાથે જીએસટી આપવો પડશે. 75 ટકાથી ઉપરની રકમ મેઈનટેઈન રાખવા પર 12 રૂપિયા પ્લસ જીએસટી લાગશે.

NEFT અને RTGSના ચાર્જિસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.આ ડિજિટલ પેમેન્ટ કરો તો મફત છે જેની ફી બ્રાંચ પર લગાવવામાં આવે છે. દસ હજાર રૂપિયા સુધીની એનઈએફટીની લેવડ દેવડ પર 2 રૂપિયા પ્લસ જીએસટી લાગશે. 2 લાખ સુધીની લેવડ દેવડ પર 20 રૂપિયા પ્લસ જીએસટી લાગશે. તો આરજીટીએસથી 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા મોકલવા માટે ગ્રાહકે 20 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. જ્યારે તેનાથી વધુ રકમ માટે 40 રૂપિયા પ્લસ જીએસટી લાગશે.

આરટીજીએસ માટે 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વચ્ચે ગ્રાહકોને 20 રૂપિયા જીસએટી લાગશે. જ્યારે 5 લાખથી વધુના ટ્રાન્સફર પર 40 રૂપિયા જીએસટી લાગશે.

આ પણ જુઓઃ જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

નવા ફેરફારો પ્રમાણે, જો કોઈ ગ્રાહક બચત ખાતામાં એક મહિનામાં ત્રણ વાર જમા કે ઉપાડ કરશે તો તે મફત હશે. તે પછીના દરેક લેવડ દેવડ માટે 50 રૂપિયા પ્લસ જીએસટી લાગશે.

state bank of india business news