અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરથી વૈશ્વિક વૃદ્ધિને જોખમ

24 May, 2019 03:17 PM IST  | 

અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરથી વૈશ્વિક વૃદ્ધિને જોખમ

ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડ

ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડે ચેતવણી આપી છે કે અમેરિકા અને ચીનની વચ્ચે મતભેદ વધવાથી ગ્લોબલ સપ્લાઈ ચેનમાં બાધા આવી શકે છે અને 2019માં ઈકૉમોનિક ગ્રોથમાં સુધારનું અનુમાન જોખમમાં આવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 200 અરબ ડૉલર મૂલ્યના ચીનથી થનારા આયાત પર 25 ટકા ટેક્સ કર્યા બાદ IMFએ આ નિવદેન આપ્યું છે.

છેલ્લા વર્ષે માર્ચમાં અમેરિકા દ્વારા ચીનથી આયાત સ્ટીલ અને અલ્યુમિનિયમપર ભારી ટેક્સ લગાવ્યા બાદથી વિશ્વને બે મોટી અર્થવ્યવસ્થાઓની વચ્ચે વ્યાપારને લઈને તણાવ વધી રહ્યો છો. ચીને પણ જવાબી કાર્યવાહી કરતા અરબ ડૉલર મૂલ્યના અમેરિકી આયાત પર ટેક્સ લગાવવામાં આવ્યો છે. એનાછી ગ્લોબલ ટ્રેડ વૉરની આશંકા વધી છે.

ટ્રમ્પે 10 મે એ ચીનથી આયાત 200 અરબ ડૉલર મૂલ્યના ઉત્પાદનો પર ટેક્સને 10 ટકાથી વધારીને 25 ટકા કરી દીધી છે. બાદ વ્યાપાર તણાવ હજી વધી ગયો છે. IMFએ પોતાના એક બ્લોગમાં કહ્યું કે આ તણાવથી સ્પષ્ટ રૂપથી અમેરિકા તથા ચીનના કન્ઝ્યૂમર્સને સૌથી અધિક નુકસાન થઈ રહ્યું છે. આ બ્લૉગને યૂજિનોસેરૂતિ, ગીતા ગોપીનાથ અને આદિલ મોહમ્મદે લખ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે વેપાર મતભેદ જો દૂર નહીં થાય અને તેનો પ્રભાવ આગળ વ્હીકલ ઈન્ડસ્ટ્રીઝ જેવા અન્ય ક્ષેત્રો પર વધી શકે છે અને એનો અસર દેશ પર પણ જોવા મળશે. તેનો વેપાર અને નાણાકીય બજાર ધારણા પર અસર થશે, ઇમર્જિંગ માર્કેટ્સના બોન્ડ વ્યાજ અને ચલણ પર પણ નકારાત્મક અસર થશે અને રોકાણ તથા વેપાર સુસ્ત પડી જશે.

business news china