લંડનના IG ગ્રુપે રીટેલ રોકાણકારોને ક્રિપ્ટો-ટ્રેડિંગની સુવિધા પૂરી પાડી

04 June, 2025 07:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સાધારણ ઘટાડો થયો હતો. માર્કેટ કૅપ ૦.૨૯ ટકા ઘટીને ૩.૨૬ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું

ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

લંડનના એક્સચેન્જમાં લિસ્ટેડ IG ગ્રુપે રીટેલ રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરી શકે એવી સુવિધા પૂરી પાડી છે. એક્સચેન્જે જણાવ્યા મુજબ રોકાણકારો એના પ્લૅટફૉર્મ પર બિટકૉઇન, ઇથેરિયમ, એક્સઆરપી ઉપરાંત અનેક મીમ કૉઇન અને ઑલ્ટરનેટિવ કૉઇનમાં ૩૧ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરી શકે છે. આ સુવિધા પૂરી પાડવા માટે IG ગ્રુપે અપહોલ્ડ એક્સચેન્જ સાથે સહકાર સાધ્યો છે.

નોંધનીય છે કે અપહોલ્ડ યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત એક્સચેન્જ છે. એની અમેરિકાસ્થિત કંપની રીટેલ રોકાણકારોની ક્રિપ્ટો ઍસેટ્સની કસ્ટોડિયન તરીકે કામ કરશે. 

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સાધારણ ઘટાડો થયો હતો. માર્કેટ કૅપ ૦.૨૯ ટકા ઘટીને ૩.૨૬ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું. બિટકૉઇન ૦.૪૭ ટકા ઘટીને ૧,૦૪,૧૭૬ ડૉલર અને ઇથેરિયમ ૦.૭૮ ટકા વધીને ૨૫૩૦ ડૉલર ટ્રેડ થઈ રહ્યા હતા. એક્સઆરપી ૦.૦૮ ટકા અને બીએનબી ૦.૩૮ ટકા વધ્યા હતા, જ્યારે સોલાનામાં ૦.૨૬ અને ટ્રોનમાં ૦.૪૪ ટકાનો ઘટાડો થયો હતો.

crypto currency london bitcoin business news finance news