ITRમાં જો આ આવકનો નહીં કરો ખુલાસો, તો થશે દંડ

03 August, 2019 07:35 PM IST  |  મુંબઈ

ITRમાં જો આ આવકનો નહીં કરો ખુલાસો, તો થશે દંડ

મોટા ભાગના નોકરિયાત લોકો નિયમોને નજરઅંદાજ કરીને પોતાના ITR ફાઈલ કરવા દરમિયાન ભૂલો કરે છે. કેટલીકવાર આપણે ITRમાં જરૂરી બાબતોનો ઉલ્લેખ નથી કરતા. આજે અમે તમને કેટલીક એવી જ માહિતી આપીશું જે તમારે ITRમાં આપવી જરૂરી છે. આજે અમે તમને કેટલીક આવક વિશે માહિતી આપીશું જે યોગ્ય છે, પરંતુ આપણે તેનો ઉલ્લેખ ITRમાં કરવાનો ભૂલી જઈએ છીએ.

સ્વિચ કરેલા મ્યુચ્યુઅલ ફંડ પર આવક

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોની સંખ્યા વધી રહી છે, પરંતુ મોટા ભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને સ્વિચ કર્યા બાદ તેની આવકનો રિપોર્ટ આપવાનો ભૂલી જાય છે. એક રોકાણ કાર તરીકે આપણે પૈસા એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં શિફ્ટ કે સ્વીચ કરીએ છીએ. એક સ્કીમથી બીજી સ્કીમમાં શિફ્ટ કે સ્વિચ કરવાથી થતી આવક કે નુક્સાનની માહિતી ITRમાં આપવી જરૂરી છે.

બચત બેન્ક ખાતા અને એફડીમાંથી મળતું વ્યાજ

લોકો વિચારે છે કે બચત બેન્ક ખાતા અને એફડીમાંથી થતી આવક ટેક્સ ફ્રી હોય છે, અને તેની માહિતી ITRમાં નથી આપતા, પરંતુ આવું નથી હોતું

સગીર બાળકના રોકાણ પર થતી આવક

તમારા પ્રત્યેક સગીર બાળકની આવક એક વર્ષમા 1500 રૂપિયા સુધી ટેક્સ ફ્રી છે, જો આ આવક મર્યાદા કરતા વધે તો તે પેરેન્ટ્સમાં જેની આવક વધુ હોય તેમાં જોડવી પડે છે.

આ પણ વાંચોઃ હવે માત્ર 999 રૂપિયામાં લો ફ્લાઈટમાં ફરવાની મજા, IndiGo લાવી આ ઑફર

એક ઘરથી વધુની પ્રોપર્ટી સાથે જોડાયેલી આકસ્મિક આવક

આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે તમે પોતાની માલિકીની પ્રોપર્ટી તરીકે એક જ ઘર રાખી શકો છો, જે ટેક્સ ફ્રી હશે. જો તમારું ઘર વર્કપ્લેસના શહેરમાં હોય અને બીજું વતનમાં હોય તો આ સ્થિતિ સર્જાી શકે છે.

business news