સરકારને 5G સ્પેક્ટ્રમની લિલામીમાં જૂના ઑપરેટર બોલી નહીં લગાવે

13 November, 2019 11:50 AM IST  |  Mumbai

સરકારને 5G સ્પેક્ટ્રમની લિલામીમાં જૂના ઑપરેટર બોલી નહીં લગાવે

સેલ્યુલર ઑપરેટર અસોસિએશન ઑફ ઇન્ડિયા (સીઓએઆઇ)એ આજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત સરકાર પોતાની રીતે નેક્સ્ટ જનરેશનની 5G ટેક્નૉલૉજી માટે જરૂરી સ્પેક્ટ્રમની લિલામી કરવાનો અધિકાર ધરાવે છે. પણ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે નાણાકીય બોજ હેઠળ હોવાથી જૂના મોબાઇલ ઑપરેટર એમાં ભાગ લે એવી શક્યતા ઓછી લાગી રહી છે.

સરકારની ઇચ્છા હોય તો એ લિલામી યોજી શકે છે, પણ વર્તમાન નાણાકીય હાલતમાં કઈ કંપની બોલી લગાવી શકે એ એક સવાલ છે એમ સીઓએઆઇના ડિરેક્ટર જનરલ રાજન મૅથ્યુસે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ટેલિકૉમ ક્ષેત્રની વર્તમાન હાલત જોતાં એવું નથી લાગી રહ્યું કે કોઈ પણ જૂના ઑપરેટરને નવા સ્પેક્ટ્રમની બોલીમાં ભાગ લેવાની ઇચ્છા હોય. સરકાર પાસે લિલામી કરવાનો પૂર્ણ અધિકાર છે. આ રીતે બોલી લગાવવામાં આવે તો સ્પેક્ટ્રમ મેળવવા માટે મૉનોપોલી જેવી સ્થિતિ થાય નહીં એવી તકેદારી પણ સરકારે રાખવી જોઈએ એવું મૅથ્યુસે ઉમેર્યું હતું.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

વધારે વિસ્તારથી તેમણે જણાવ્યું હતું કે 5G ટેક્નૉલૉજી માટેના ૩.૩થી ૩.૬ ગીગાહર્ટ્ઝમાં લગભગ ૧૭૫ મેગાહર્ટ્ઝ જેટલી કુલ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ બની શકે છે અને સરકારે ધ્યાન રાખવું જોઈશે કે કોઈ એક કંપની એમાંથી ૧૦૦ મેગાહર્ટ્ઝ જેટલી સ્પેક્ટ્રમ લઈ જાય નહીં. સુપ્રીમ કોર્ટના આદેશને કારણે કંપનીઓ પર ૧.૪૨ લાખ કરોડ રૂપિયાની નાણાકીય જવાબદારી આવી પડી છે જે આગામી ત્રણ સપ્તાહમાં તેમણે ચૂકવવાની છે. આને કારણે નવા સ્પેક્ટ્રમની લિલામી વિલંબમાં પડી શકે છે. ભારતી ઍરટેલ પર ૪૨,૦૦૦ કરોડ રૂપિયાની જવાબદારી આવી શકે છે, જ્યારે આઇડિયા પર ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની આવી શકે છે. રિલાયન્સ જિયોએ સુપ્રીમના આદેશ અનુસાર ૧૪ કરોડ જ્યારે અન્ય સરકારી કંપનીઓ પર બાકીની જવાબદારી આવશે.

technology news tech news