આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૧૬૯ પૉઇન્ટ વધ્યો

27 April, 2024 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૭૯,૪૨૮ ખૂલીને ૮૧,૯૦૮ની ઉપલી અને ૭૮,૮૭૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૪૭ ટકા (૧,૧૬૯ પૉઇન્ટ) વધીને ૮૦,૫૯૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૯,૪૨૮ ખૂલીને ૮૧,૯૦૮ની ઉપલી અને ૭૮,૮૭૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી શિબા ઇનુ, ટોનકૉઇન, ટ્રોન અને લાઇટકૉઇનમાં બેથી પાંચ ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. બીએનબી અને સોલાનામાં ઘટાડો નોંધાયો હતો.

દરમ્યાન અમેરિકાના સંસદસભ્ય મેક્સિન વોટર્સે કહ્યું છે કે સ્ટેબલકૉઇનને લગતો ખરડો ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. બીજી બાજુ ટર્કીમાં સ્થાનિક કરન્સીની વૉલેટિલિટીને અનુલક્ષીને સ્ટેબલકૉઇનનો સંગ્રહ વધવા માંડ્યો છે. એકલા ગયા માર્ચ મહિનામાં ટર્કીમાં સ્ટેબલકૉઇનના ૪૦ અબજ ડૉલર મૂલ્યના વ્યવહારો નોંધાયા હતા. 

business news crypto currency bitcoin