બોનસના પૈસા અહીં રોકો, મળશે જબરજસ્ત રિટર્ન

23 June, 2019 04:44 PM IST  | 

બોનસના પૈસા અહીં રોકો, મળશે જબરજસ્ત રિટર્ન

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગે નોકરિયાત લોકોને દર વર્ષે બોનસરૂપે પોતાની સીટીસીનો એક મોટો ભાગ મળતો હોય છે. વર્ષમાં એક વાર મળતું આ બોનસ ભવિષ્યના સેવિંગ માટે કામ આવી શકે છે. બોનસ મોટા ભાગે લોકો વાપરી નાખતાં હોય છે, પણ આવું ન કરવું જોઇએ. જોકે આ બોનસનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ, જેનાથી લૉન્ગ ટર્મ માટે સેવિંગ થઈ શકે. આ માટે અમે તમને વાર્ષિક બોનસનો યોગ્ય ઉપયોગ કરવા માટે કેટલીક ખાસ ટિપ્સ આપી રહ્યા છીએ.

એક નવી એસઆઇપી(SIP) શરૂ કરવી
આવકમાં વધારાની સાથે આપણાં ખર્ચ પણ વધે છે તે રીતે આપણે દર વર્ષે આપણા સેવિંગમાં પણ વધારો કરવાની જરૂર હોય છે, જેનાથી રિટાયરમેન્ટ બાદ માસિક ખર્ચ માટે એક ચોક્કસ રકમ નક્કી થઈ શકે. તેની માટે તમારે એસઆઇપી પ્લાન શરૂ કરી શકો છો, જેમાં વાર્ષિક બોનસમાં મળતાં પૈસા જમા કરી શકો છો. પછી તેને લિક્વિડ ફન્ડથી પોતાની પસંદગીના ઇક્વિટી ફન્ડમાં એસટીપી કરી શકો છો.

ELSSમાં કરો રોકાણ
વાર્ષિક બોનસનો એક ભાગ ELSS ફન્ડમાં રોકાણ કરી શકો છો, જેનાથી ધારો 80 સી હેઠળ ટેક્સમાં છૂટ મળે અને પૈસાને સારી ગ્રોથ મળે.

દેવું હોય તો ચૂકવી દેવું
જો તમે કોઇની પાસે દેવું કર્યું હોય અથવા ક્રેડિટ કાર્ડનું બિલ બાકી હોય તો તે તમે પેમેન્ટ કરી શકો છો. મોટી રકમનાં વ્યાજવાળું દેવું ચૂકવી દેવાથી તમારી ફાઇનેન્શિયલ પરિસ્થિતિ મજબૂત થશે.

આ પણ વાંચો : LG 26 જૂને ભારતમાં લૉન્ચ કરશે સૌથી સસ્તો ટ્રિપલ રેર કેમેરા સ્માર્ટફોન

હેલ્થ/ટર્મ/સિંગલ-પ્રીમિયમ ULIP ખરીદી શકો
જો તમે તમારા પરિવાર માટે સારું હેલ્થ કે ટર્મ ઇન્શ્યોરન્સ નથી લીધો તો તમે પોતાના હેલ્થ કે ટર્મ ઇન્શ્યોરન્સ કવર વધારવા માટે તમે તમારા વાર્ષિક બોનસનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ તમે સિંગલ - પ્રીમિયમ યૂલિપમાં પણ રોકાણ કરી શકો છો. ધ્યાનપાત્ર બાબત એ છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ રિટર્ન પર LTCG ટેક્સ લાગ્યા પછી પણ લોકો ULIPમાં વધુ રોકાણ કરી રહ્યા છે. યૂલિપનું મેચ્યોરિટી અમાઉન્ટ સેક્શન 10 (ડી) હેઠળ કેપિટલ ગેન ટેક્સ ફ્રી છે.

business news