Fixed Deposit દર મહિને મેળવો મોટી આવક, ફોલો કરો આ રીત

03 June, 2019 02:16 PM IST  |  મુંબઈ

Fixed Deposit દર મહિને મેળવો મોટી આવક, ફોલો કરો આ રીત

Fixed Deposit એટલે કે FD આપણા દેશમાં રોકાણકારોની પહેલી પસંદ છે. એના ઘણા કારણો છે. FD લોકપ્રિય હોવાનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં જોખમ નથી હોતું અને વળતર મળવાનો પણ ભોરસો હોય છે. પછી ભલે માર્કેટની હાલત ખરાબ કેમ ન હોય. સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ પર તમે સહેલાઈથી લોન પણ મેળવી શકો છો. સિનિયર સિટીઝન અને પેન્શનરને વધુ વ્યાજ દર મળે છે. સાથે જ એક સરળ પ્રક્રિયા પૂરી કરીને તમે સમય પહેલા એફડીમાંથી પૈસા ઉપાડી પણ શકો છો.

FDના વ્યાજથી મેળવો માસિક આવક

એટલું જ નહીં તમે જો ફિક્સ્ડ ડિપોઝિટમાં મોટું રોકાણ કરો છો, તો એફડી દ્વારા નિયમિત રીતે આવક પણ રળી શકો છો. એક વ્યવસ્થિત ઉપાડ યોજના જેવી જઆ રીત છે. સિસ્ટોમિટ વીથડ્રોઅલ પ્લાન અંતર્ગત કોઈ પણ વ્યક્તિ માસિક, ત્રિમાસિક કે છમાસિક વીથડ્રોઅલનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ફાઈનાન્સ ઓર્ગેનાઈઝેશન અને બેન્ક આપે છે ઉપાડની પરવાનગી

તમને જણાવી દઈએ કે બેન્ક સિવાયની ફાઈનાન્સ કંપનીઓ, અનુસૂચિત વાણિજ્યિક બેન્ક અને રોકાણ કરાવી આપતી સંસ્થાઓ ફિક્સ્ડ ડિપોસિઝિ પર મળતા વ્યાજને ઉપાડવાની પરવાનગી આપે છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજનો ઉપયોગ કરીને તમે માસિક, ત્રિમાસિક કે છ માસિક આવકની યોજના બનાવી શકો છો. સાથે જ ફાયદો એ છે કે મૂળ રકમ તમારા એફડી અકાઉન્ટમાં સુરક્ષિત રહે છે.

પીએફ દ્વારા મેળવો મોટી આવક

માની લો કે રિટાયર થનાર કોઈ વ્યક્તિ પોતાના પીએફની તમામ 50 લાખ રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દે છે. જો હવે FD પર 8 ટકાના દરે વ્યાજ મળે તો ટીડીએસ કાપીને વાર્ષિક વ્યાજ 4 લાખ રૂપિયા થવા જાય છે. હવે આ સિનિયર સિટીઝન તે વ્યાજને માસિક, ત્રિમાસિક કે છમાસિક સમયે ઉપાડવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો તે માસિક ઉપાડનો વિકલ્પ પસંદ કરશે. તો દર મહિને લગભગ 33 હજારની આવક ફિક્સ થઈ જશે.

આ પણ વાંચોઃ મોદી સરકારની વધુ એક ભેટ, પેન્શનધારકોને મળશે આ લાભ

FDના વ્યાજની આવક આંશિક પણ ઉપાડી શકાય

આ ઉપરાંત જો તમારી પાસે FD અકાઉન્ટમાં મળતા વ્યાજની આવક પૂરી ઉપાડવી કે આંશિક ઉપાડવી તેના વિકલ્પ પણ હોય છે. જો તમે FD રોકાણથી થતી માસિક આવકમાં પોતાની જરૂિયાત પૂરી કરી શકો છો તો આંશિક વાપસીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

business news