10 વર્ષમાં બની જશો કરોડપતિ, આ છે સહેલી રીત

12 August, 2019 02:22 PM IST  |  દિલ્હી

10 વર્ષમાં બની જશો કરોડપતિ, આ છે સહેલી રીત

દરેક વ્યક્તિ પૈસાદાર બનવા ઈચ્છે છે, દરેક વ્યક્તિને કરોડપતિ બનવું જ હોય છે. જો કે પૈસા કમાવા માટે રેગ્યુલર રોકાણ કરવું જરૂરી છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પૈસો પૈસાને ખેંચે છે. એની જુદી જુદી રીતો છે. સામાન્ય રીતે ઈક્વિટી-લિંક્ડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં SIP એટલે કે સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ દ્વારા રોકાણ કરવા પર વાર્ષિક 12થી 13 ટકા વળતર મળી રહે છે. માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમામે જો કોઈ વ્યક્તિ 10 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી રોકાણ કરે છે તો SIP પર 12-13 ટકા વળતર મળી શખે છે, અને જો ઈક્વિટી-લિંક્ડ મિડ કેપમાં રોકાણ કરવામાં આવે તો આ વળતર વધીને 14-16 ટકા થઈ જાય છે.

ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટનું માનવું છે કે જો કોઈ રોકાણકાર 5 લાખ રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે અને જો તે દર મહિને 20 હજારનું રોકાણ કરે છે, તો તેના માટે મિડ કેપ અને સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ સારા ઓપ્શન છે. જો રોકાણકાર દર મહિને પોતાના રોકાણમાં 12 ટકાનો વધારો કરે અને જો તે 10 વર્ષમાં મળીને 55 લાખનું રોકાણ કરે તો 10 વર્ષ બાદ તેની રકમ વધીને 1 કરોડ કરતા વધુ થઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકાર પાસે જો એકસામટી રકમ ન હોય અને તે ફક્ત SIP દ્વારા રોકાણ કરવા ઈચ્છતો હોય, એમાં તેણે દર મહિને 20 હજારનું રોકાણ કર્યું છે. જેમાં વાર્ષિક 12 ટકા વધારો થાય છે અને માની લઈએ કે 12 ટકા વળતર મળે છે તો તેના રોકાણની કુલ રકમ 10 વર્ષ બાદ 91,83,000 થઈ જશે.

આ પણ વાંચોઃ રિલાયંસની AGMમાં જિયો ફાયબર, સેટટૉપ બૉક્સ, ક્લાઉડ સર્વિસ લૉન્ચ

આ મામલે ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટનું કહેવું છે કે 5 લાખ રૂપિયાના રોકાણ જોખમ ઓછું કરવા માટે અને વળતર વધારવા માટે સારું છે. આ ઉપરાંત જો રોકાણકાર સિસ્ટોમેટિક ટ્રાન્સફર પ્લાન દ્વારા રોકાણ કરે તો વધુ સારું રહેશે.

business news