હોન્ડા બંધ કરી શકે છે પોતાની નોએડાની ફેક્ટરી,ગુજરાતની જમીન પણ વેચી દેશે

29 October, 2019 03:53 PM IST  |  નવી દિલ્હી

હોન્ડા બંધ કરી શકે છે પોતાની નોએડાની ફેક્ટરી,ગુજરાતની જમીન પણ વેચી દેશે

હોન્ડાને પણ પડ્યો મંદીનો માર

હોન્ડા કાર ઈન્ડિયા લિમિટેડ ભારતમાં લાંબા સમયથી હાજર છે. ભારતીય બજારમાં મંદીના કારણે હોન્ડા પોતાના સંચાલનના રસ્તાઓ જોઈ રહી છે. જાપાનની કાર નિર્માતા કંપનીએ છેલ્લા ચાર વર્ષોમાં વેચાણ લગભગ અડધું થઈ ગયું છે. એવામાં કંપની પોતાની મેન્યુફેક્ચરિંગ યૂનિટને બંધ કરવાની યોજના બનાવી રહી છે. હોન્ડા કાર ઈન્ડિયાના વેચાણમાં વેચાણ ચાલૂ નાણાંકીય વર્ષમાં 1 લાખ યૂનિટથી પણ ઓછું રહ્યું છે.

બજારમાં ખર્ચ થયેલા પૈસાની વસૂલી કરવા માટે અને ઘટતા જતા વેચાણ સાથે બ્રાન્ડની રણનીતિને પુનઃ પ્રાપ્ત કરવા માટે બ્રાન્ડ કથિત રીતે પોતાના ગ્રેટર નોએડા પ્લાન્ટને વેચી દેશે. હોન્ડા કાર ઈન્ડિયા પાસે ભારતમાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. જેમાંથી એક નોએડામાં છે અને બીજો રાજસ્થાનના તાપૂકારામાં છે. ઈટી ઑટોમાં પ્રકાશિત ખબરના અનુસાર કંપની પોતાના મેન્યુફેક્ચરિંગને આવનારા સમયામાં ગ્રેટર નોએડાથી હટાવીને તાપૂકારામાં શિફ્ટ કરી દેશે. આ સિવાય હોન્ડાએ વિસ્તાર માટે કેટલાક વર્ષ પહેલા ગુજરાતમાં જમીન ખરીદી હતી, પરંતુ આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિર્માતા અહીંની જમીન વેચી દેશે.

આ પણ જુઓઃ પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

હોન્ડાનો ગ્રેટર નોએડા પ્લાન્ટ ભારતમાં કંપનીનો પહેલો પ્લાન્ટ છે. આ પ્લાન્ટનો એક ભાગ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ પરિવર્તિત થઈ શકે છે. આ સિવાય કમ્પ્લીટલી નૉક ડાઉન પ્રોડક્ટ્સ માટે એક નાની એવી અસેમ્બલી લાઈન સુવિધા પણ શરૂ થઈ શકે છે.હાલના સમયમાં ગ્રેટર નોએડામાં પ્લાન્ટમાં પ્રોડક્શનની ક્ષમતા વર્ષના 1.2 યૂનિટ બને છે. જો કે, મંદીના કારણે પ્રોડક્શન હવે 2, 500 યૂનિટ્સ પ્રતિ મહિના થઈ ગયું છે. જે વર્ષના 30, 000 થઈ ગયું છે. જે પ્લાન્ટની  માત્ર 20 ટકા ક્ષમતા છે.

honda business news