HFCLનો ચોથા ક્વૉર્ટરનો ચોખ્ખો નફો ૧૨ ટકા ઘટ્યો

17 May, 2019 11:19 AM IST  |  મુંબઈ

HFCLનો ચોથા ક્વૉર્ટરનો ચોખ્ખો નફો ૧૨ ટકા ઘટ્યો

ટેલિકૉમ સાધનો અને નેટવર્ક ડેવલપમેન્ટનું ઉત્પાદન કરતી કંપની હિમાચલ ફ્યુચરિસ્ટિક કમ્યુનિકેશન્સ લિ. (એચએફસીએલ)એ ગુરુવારે જાહેર કર્યું હતું કે ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરના ચોખ્ખા નફામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો રૂ. ૫૭.૫૧ કરોડ થયો હતો, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળાના ૫૮.૨૪ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાથી નીચે આવ્યો હતો, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીનું ટર્નઓવર ૧૬ ટકા વધીને રૂ. ૧૦૯૪.૬૮ કરોડ થયું હતું.

આ પણ વાંચોઃ કટોકટીથી બચવા અર્થતંત્રમાં વધારે નાણાપ્રવાહની જરૂરિયાત છે

૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા સમગ્ર નાણાકીય વર્ષ માટે કંપનીએ ૨૩૨ કરોડ રૂપિયાનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં ૩૫ ટકા વધારે હતો. કંપનીની આવક ૪૬ ટકા વધીને રૂ. ૪૭૮૫ કરોડ થઈ હતી. ગત નાણાકીય વર્ષના અંતે એની ઑર્ડર બુક પણ ૧૧,૩૫૦ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચી હતી. આ પ્રમાણે વર્ષની એકંદર આવકના અઢી ગણા જેટલી થાય છે.

business news