HDFC મ્યુચ્યુઅલ ફન્ડ દેશની સૌથી મોટી ઍસેટ મૅનેજમેન્ટ કંપની બની

04 January, 2019 09:00 AM IST  | 

HDFC મ્યુચ્યુઅલ ફન્ડ દેશની સૌથી મોટી ઍસેટ મૅનેજમેન્ટ કંપની બની

HDFC મ્યુચ્યુલ ફંડ છે સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની


HDFC મ્યુચ્યુઅલ ફન્ડના વહીવટ હેઠળ ૩.૩૫ લાખ કરોડ રૂપિયાની ઍસેટ્સ છે, જ્યારે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડ ૩.૦૮ લાખ કરોડની ઍસેટ્સ ધરાવે છે એમ અસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા એ જણાવ્યું હતું.

ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરમાં HDFC મ્યુચ્યુઅલ ફન્ડની ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (ખ્શ્પ્) પાછલા ક્વૉર્ટરની તુલનાએ ૯ ટકાથી અધિક વધી હતી, જ્યારે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડની ખ્શ્પ્ ૦.૬ ટકાથી અધિક ઘટી હતી.

HDFC મ્યુચ્યુઅલ ફન્ડ ઑક્ટોબર ૨૦૧૧ સુધી સૌથી અધિક ખ્શ્પ્ ધરાવતું હતું અને એ પોઝિશન પર માર્ચ, ૨૦૧૬ સુધી ટકી રહ્યું હતું. એ પછી ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડ ટોચના ક્રમે હતું.

સૌથી અધિક AUM ધરાવવાની દૃષ્ટિએ ત્રીજા ક્રમે SBI મ્યુચ્યુઅલ ફન્ડ (૨.૬૪ લાખ કરોડ રૂપિયા) એ પછીના ક્રમે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફન્ડ (૨.૪૨ લાખ કરોડ રૂપિયા) અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડ (૨.૩૬ લાખ કરોડ રૂપિયા) હતાં.

આ પણ વાંચોઃ EPFO એના મેમ્બર્સને શૅરોમાં રોકાણ વધારવાનો વિકલ્પ પૂરો પાડશે

ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વૉર્ટરના અંતે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એકંદર અસ્ક્યામતો ૨૩.૬૧ લાખ કરોડ રૂપિયાની થઈ છે.

apple