HDFC બેન્ક ગુજરાતમાં પોતાની માર્કેટ શેર બમણી કરવા માંગે છે

19 June, 2019 07:03 PM IST  |  Ahmedabad

HDFC બેન્ક ગુજરાતમાં પોતાની માર્કેટ શેર બમણી કરવા માંગે છે

Ahmedabad : ભારતમાં ટોચની ખાનગી બેન્ક ગણાતી HDFC બેન્કની હવે નજર ગુજરાત પર પડી છે. આવનારા પાંચ વર્ષમાં એચડીએફસી બેન્ક ગુજરાતમાં પોતાની માર્કેટ શેર બમણી કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તો આ સાથે બેન્ક રાજ્યમાં પોતાનું બ્રાંચ નેટવર્ક વધારી રહી છે. ગુજરાતના બેન્કિંગ સેક્ટરમાં બેન્કનો હાલ બજાર હિસ્સો 9% જેટલો છે અને બેંક તેને આવતા 5 વર્ષમાં વધારીને 15-18% કરવા માંગે છે.

એચડીએફસી બેંક શહેરી વિસ્તારોની સાથે સાથે સેમી અર્બન અને ગ્રામિણ વિસ્તારોમાં પણ પોતાનું બ્રાંચ નેટવર્ક વધારશે. એચડીએફસી બેંકના ગુજરાત પ્રદેશના હેડ દેબાશિસ સેનાપતિએ જણાવ્યું કે
, રાજયમાં અમારી 415 શાખાઓ અને 1,187 એટીએમનુ નેટવર્ક છે. આ શાખાઓમાંથી 51 ટકાથી વધુ શાખાઓ સેમી અર્બન તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. આગામી ત્રણ-ચાર મહિનામાં અમે 25 નવી શાખાઓ શરુ કરીશું.

 

HDFC બેન્કમાં સૌથી વધુ NRI ડિપોઝીટ

મળતી માહિતી મુજબ ગુજરાતમાં માર્ચ 2019 સુધીમાં બિન નિવાસી ભારતીયો (NRI) દ્વારા અંદાજે રૂ. 70,000 કરોડ જમા કરવામાં આવ્યા હતા આમાંથી ખાનગી બેન્કોમાં સૌથી વધુ ડિપોઝીટ એચડીએફસી બેંકમાં થઇ છે. સેનાપતિના જણાવ્યા પ્રમાણે બેન્કની NRI ડિપોઝીટ રૂ. 6,500 કરોડ છે. કચ્છના માધાપર અને ભુજવડીની બ્રાન્ચોમાં સૌથી વધુ NRI ડિપોઝીટ આવે છે.

આ પણ વાંચો : હવે ATM માં રોકડ નહીં હોય તો બેંકોએ દંડ ભરવો પડશે : RBI નો આદેશ

બેન્કનું ડિજીટલ બેન્કિંગ ઉપર વધારે ફોકસ
બેન્કના ગુજરાત હેડ દેબાશિસ સેનાપતિએ જણાવ્યું કે, રાજ્યમાં અમારા 20 લાખથી વધુ ગ્રાહકો છે અને આગામી દિવસોમાં બ્રાંચ નેટવર્ક વિસ્તારવાની સાથે નેટબેંકીંગ, મોબાઈલ બેંકીંગ, વોલેટ ચેટબોટ જેવી તમામ ચેનલો મારફતે સુપિરિયર સર્વિસ ઓફર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અમારો પ્રયાસ રહેશે.

business news gujarat