RBIએ HDFC બેન્કને ડિજિટલ ગતિવિધિઓ અને નવા ક્રેડિટ કાર્ડ આપતા અટકાવ્યા

03 December, 2020 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

RBIએ HDFC બેન્કને ડિજિટલ ગતિવિધિઓ અને નવા ક્રેડિટ કાર્ડ આપતા અટકાવ્યા

ફાઇલ ફોટો

ખાનગી ક્ષેત્રની HDFC બેન્કે ગુરુવારે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તેને પોતાની આગામી ડિજિટલ કારોબારી ગતિવિધિઓ અને નવા ક્રેડિટ કાર્ડ રિલીઝ કરવા માટે અસ્થાઇ રૂપે પ્રતિબંધિત કરવા કહ્યું છે. કેન્દ્રીય બેન્કે HDFC ના ડેટા સેન્ટરમાં ગયા મહિને કામકાજ પ્રભાવિત થવાને કારણે આ આદેશ આપ્યો. HDFCએ શૅર માર્કેટને જણાવ્યું, "RBIએ HDFC બેન્ક લિમિટેડને બીજી ડિસેમ્બરના આદેશ આપ્યો છે, જે છેલ્લા બે વર્ષમાં બેન્કના ઇન્ટરનેટ બેન્કિંગ/ મોબાઇલ બેન્કિંગ/ પેમેન્ટ બેન્કિંગમાં થયેલી મુશ્કેલીઓના સંબંધમાં છે, જેમાં હાલ 21 નવેમ્બર 2020ના પ્રાઇમરી ડેટા સેન્ટરમાં વીજળી બંધ થઈ જવાને કારણે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ અને પેમેન્ટ પ્રણાલી બંધ થવી સામેલ છે.

HDFC બેન્કે કહ્યું કે આરબીઆઇએ આદેશમાં બેન્કને સલાહ આપી છે કે તે પોતાના કાર્યક્રમ ડિજિટલ 2.0 અને અન્ય પ્રસ્તાવિત આઇટી અનુપ્રયોગો હેઠળ આગામી ડિજિટલ વ્યાપાર વિકાસ ગતિવિધિઓ અને નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની સોર્સિંગ અટકાવી દો. HDFC બેન્કે કહ્યું કે આની સાથે જ બેન્કે નિદેશક મંડળને કહેવામાં આવ્યું છે કે તે ઉણપની તપાસ કરે અને જવાબ નક્કી કરે.

HDFC બેન્કે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં તેણે પોતાના આઇટી સિસ્ટમને મજબૂત કરવા માટે કેટલાય ઉપાયો કર્યા છે અને બાકીનું કામ ઝડપથી પૂરું કરશે. બેન્કે કહ્યું કે તે ડિજિટલ બેન્કિંગ ચેનલમાં હાલની મુશ્કેલીઓને દૂર કરવા માટે ચોક્કસ પગલા લઇ રહ્યા છે અને આશા દર્શાવાવામાં આવી છે કે તેના હાલના ક્રેડિટ કાર્ડ, ડિજિટલ બેન્કિંગ ચેનલ અને હાલના કામકાજ પર કોઇ પ્રભાવ નહીં પડે. બેન્કનું માનવું છે કે આ ઉપાયોથી તેના સમગ્ર વ્યવસાય પર કોઇ પ્રભાવ નહીં પડે.

business news reserve bank of india