HDFC બેન્કની ગિફ્ટ, ગ્રાહકોને ફ્રીમાં મળશે 50 લિટર પેટ્રોલ

26 September, 2019 04:51 PM IST  |  મુંબઈ

HDFC બેન્કની ગિફ્ટ, ગ્રાહકોને ફ્રીમાં મળશે 50 લિટર પેટ્રોલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ 2 રૂપિયા મોંઘું થયું છે. ત્યારે HDFC બેન્કે એક ખાસ પ્રકારનું કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડ દ્વારા ગ્રાહકોને ફ્રીમાં 50 લિટર પેટ્રોલ-ડીઝલ મળશે.

HDFC બેન્કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત નોન મેટ્રો શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોના યુઝર્સ માટે એક ક્રો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ 'ઈન્ડિયન ઓઈલ HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ' લોન્ચ કર્યું છે.

આ કાર્ડ દ્વારા બેન્કના ગ્રાહકો ઈન્ડિયન ઓઈલના આઉટલેટ પર 'ફ્યૂઅલ પોઈન્ટ' નામથી છૂટ મેળી શકે ચે. આ પોઈન્ટને રિડીમ કરીને તમે વર્ષે 50 લિટર સુધીનું પેટ્રોલ મફત પુરાવી શકો છો. પોઈન્ટ એક્ઠા કરીને તમે પેટ્રોલ પંપ પર રિડીમ કરી શકો છો.

આ ઉપરાંત અન્ય ખર્ચા જેમ કે ગ્રોસરી, બિલ પેમેન્ટ, યુટિલટી, શોપિંગ વગેરે પર ફ્યૂઅલ પોઈન્ટ ભેગા કરી શકો છો. આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો કોઈ કાર્ડથી વર્ષે 50 હજારનો ખર્ચો કરે તો વાર્ષિક ફી માફ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે HDFC બેન્કની 75 ટકા બ્રાંચ નોન મેટ્રો શહેરોમાં છે. જ્યારે ઈન્ડિયન ઓઈલના 27 હજાર રિટેલ આઉટલેટ્સમાંથી 98 ટકા આઉટલેટ્સ કાર્ડથી પેમેન્ટ સ્વીકારી શકે છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી છે સૌથી પૈસાદાર ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ ?

તમે આ કાર્ડ વિશે વધુ માહિતી મેળવવા માટે https://www.hdfcbank.com/personal/credit_card/indianOil-hdfc-bank-credit-card લિંક પર ક્લિક કરી શકો છો.

business news