વૈશ્વિક નરમાઈ અને પ્રૉફિટ-બુકિંગ, પરિણામે શૅરબજારમાં કરેક્શનની હૅટટ્રિક

26 January, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક નરમાઈ અને પ્રૉફિટ-બુકિંગ, પરિણામે શૅરબજારમાં કરેક્શનની હૅટટ્રિક

પ્રતીકાત્મક તસવીર

સિક્કિમમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે તનાવનો માહોલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં પ્રૉફિટ-બુકિંગ અને બૅન્કિંગ શૅર્સમાં થયેલા ઘટાડાને લીધે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં ઘટ્યા હતા. ઊંચી સપાટીએ બજારમાં કરેક્શન આગળ વધવાની અપેક્ષાએ વેચવાલીનું દબાણ રહ્યું હતું. સેન્સેકસ હવે 50,000થી સતત દૂર જવા લાગ્યો છે. સોમવારે સેન્સેક્સ 530.95 પૉઇન્ટ્સ (1.09 ટકા) ઘટીને 48,347.59ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 133 પૉઇન્ટ્સ (0.93 ટકા) ઘટીને 14,238.90 બંધ રહ્યો હતો. વૉલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા વીઆઇએક્સ ચાર ટકા વધીને 23.25ના સ્તરે બંધ રહ્યો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે હાલ ટ્રેડિંગ વધુપડતા ઊંચા મૂલ્યે થતું હોવાથી શૅરબજારમાં આગળ જતાં બજાર વધઘટે મક્કમ થતું જશે. આજે ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિતે બજાર બંધ રહેશે. 

વૉલેટિલિટીનો માહોલ

તાજેતરના દિવસોમાં શૅરબજાર અત્યંત વૉલેટાઇલ રહેવાની ધારણા મુકાય છે, નબળાં વૈશ્વિક પરિબળો ઉપરાંત ભારત-ચીન સીમાવિવાદને લીધે બજાર ઘટાડે બંધ રહ્યું હતું. ફાર્માને બાદ કરતાં દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે મંગળવારે યુએસ ફેડની મીટિંગ બાદ આગામી દિવસોમાં વૈશ્વિક બજારો કેવાં રહેશે એનો અંદાજ આવશે. બજેટ સુધી ભારતીય શૅરબજારમાં વૉલેટિલિટી યથાવત્ રહી શકે છે, એમ જાણકારો કહે છે.

સોમવારે બજારના કડાકામાં બજારમાંથી 2.08 લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું, જેને પગલે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન નોંધપાત્ર ઘટ્યું હતું.

બ્લુચીપ શૅર્સમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો શૅર સૌથી અધિક 5.87 ટકા વધ્યો હતો તેમ જ યુપીએલ, સિપ્લા, હીરો મોટોકોર્પ્સ, ઍક્સિસ બૅન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ઑટો, એચડીએફસી બૅન્ક, સન ફાર્મા અને બજાજ ફિનસર્વના શૅર સૌથી અધિક વધ્યા હતા. નિફ્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર સૌથી વધુ 5.58 ટકા ઘટ્યો હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક, એચસીએલ ટેક, તાતા મોટર્સ, આઇશર મોટર્સ, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શૅર સૌથી અધિક ઘટ્યા હતા.

માર્કેટ બ્રેડથ નેગેટિવ

બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં નિફ્ટી સ્મૉલ કૅપ 1.18 ટકા અને નિફ્ટી મિડ કૅપ 0.94 ટકા ઘટ્યા હતા. નિફ્ટી 500 ઇન્ડેક્સ 0.93 ટકા ઘટ્યો હતો. મિડ અને સ્મૉલ કૅપ સૂચકાંકોમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સ, ફોર્ટિસ હેલ્થકૅર, અદાણી ટોટલ ગૅસ, જેબી કેમિકલ્સ, સેન્ચ્યુરી પ્લાય અને ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા ત્રણથી છ ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે અપોલો ટાયર્સ, વોડાફોન ઇન્ડિયા, એસકોર્ટ્સ, જસ્ટ ડાયલ, સ્ટરલાઇટ ટેક અને સિયેન્ટ ચારથી નવ ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ 1.14 ટકા ઘટીને 18,547 અને બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ 1.15 ટકા ઘટીને 18,211ના સ્તરે બંધ રહ્યા હતા. સોમવારે  932 શૅર્સ વધારે બંધ રહ્યા હતા, જ્યારે 2040 શૅર્સ ઘટ્યા હતા. 201 શૅર્સ બાવન અઠવાડિયાંની ઉપલી સપાટી અને 41 શૅર્સ બાવન અઠવાડિયાંની નીચલી સપાટીને સ્પર્શ્યા હતા. 260 શૅર્સને અપર સર્કિટ અને 387ને નીચલી સર્કિટ લાગી હતી.

બીએસઈમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ 

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ 2,67,543.10 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ 81,433 સોદાઓમાં 22,37,524 કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ 32,04,216 કોન્ટ્રેક્ટ્સના ઓપન સન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં 35.29 કરોડ રૂપિયાના 160 સોદામાં 312 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા 76,669 સોદામાં 20,74,329 કોન્ટ્રેક્ટ સાથે 2,50,611.80 કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ 4,604 સોદામાં 1,62,883 કોન્ટ્રેક્ટ સાથે 16,896.01 કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

લાર્સનનો ચોખ્ખો નફો 1,872.77 કરોડ રૂપિયા

લાર્સન ઍન્ડ ટૂબ્રો લિમિટેડને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 1,872.77 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષના સમાનગાળાના અંતે 1,246.09 કરોડ રૂપિયાનો થયો હતો.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ 2,67,543.10 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ 81,433 સોદાઓમાં 22,37,524 કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ 32,04,216 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં 35.29 કરોડ રૂપિયાના 160 સોદામાં 312 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા 76,669 સોદામાં 20,74,329 કોન્ટ્રેક્ટ સાથે 2,50,611.80 કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ 4,604 સોદામાં 1,62,883 કોન્ટ્રેક્ટ સાથે 16,896.01 કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

એનએસઈમાં સેક્ટરલ ઇન્ડાઇસિસ ઘટ્યા

એનએસઈમાં મોટા ભાગના સેક્ટરલ ઇન્ડાઇસિસ ઘટ્યા હતા. નિફ્ટી બૅન્ક 0.10 ટકા, ફાઇનૅન્શિયલ સર્વિસ 0.01 ટકા, મેટલ 0.15 ટકા અને ફાર્મા 1.71 ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી 0.78 ટકા, પ્રાઇવેટ બૅન્ક 0.12 ટકા, પીએસયુ બૅન્ક 0.74 ટકા, મીડિયા 0.60 ટકા, આઇટી 1.76 ટકા, એફએમસીજી 0.73 ટકા અને ઑટો સૂચકાંક 0.78 ટકા ઘટ્યા હતા.

business news