સિંહના મોતના સિલસિલા બાદ જાગી સરકાર, સંરક્ષણ માટે 357 કરોડની ફાળવણી

02 July, 2019 05:12 PM IST  | 

સિંહના મોતના સિલસિલા બાદ જાગી સરકાર, સંરક્ષણ માટે 357 કરોડની ફાળવણી

રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. વર્ષ 2019-20ના બજેટમાં આજે ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન નીતિન પટેલે આ બજેટમાં વન અને પર્યાવરણ માટે 1454 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી બજેટ પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક વન અને પર્યાવરણ અંગે અલગ અલગ સુવિધાઓના વિકાસ માટે 64 કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે.

વિજય રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વન-પર્યાવરણને લઈને મહત્વની જાહેરાતો કરાઈ છે. વન વિભાગ માટે 357 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ગુજરાત સરકાર એશિયાટિક સિંહના ગૌરવ અને સરંક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના કરવામાં આવશે. સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, સિંહ એમ્બુલન્સ, સીસીટીવી નેટવર્ક, રેડિયો કોલર, ડ્રોન સર્વેલન્સ માટે 123 કરોડની જોગવાઈ કરી છે.

રાજ્યમાં આવેલા વન્ય પ્રાણીઓનું સંવર્ધન બરાબર રીતે થાય અને સંરક્ષણ થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવશે. ગુજરાત સરકાર લુપ્ત થતી પ્રજાતિઓ માટે પણ પગલા લઈ રહી છે. લુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ ભાર આપવામાં આવશે. આ પ્રજાતિઓના સંરક્ષણ માટે કુલ 112 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ સિવાય સામાજિક વનીકરણ અંતર્ગત વૃક્ષોની સંખ્યા વધે તે માટે 267 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વીડીમાં ઘાસના ઉત્પાદન, ઘાસના સ્ટોરેજ માટે ગોડાઉન માટે 80 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે.

business news Gujarati food