જીએસટીનાં જૂનાં ઈ-ઇન્વૉઇસને અપલોડ કરવાનો નિયમ ત્રણ મહિના સ્થગિત કરાયો

09 May, 2023 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા મહિને જીએસટી નેટવર્કે ૧૦૦ કરોડ રૂપિયા અને એનાથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયો માટે પહેલી મેથી શરૂ થતા આવા ઇન્વૉઇસ ઇશ્યુ થયાના ૭ દિવસની અંદર ઇન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ઇ-ઇન્વૉઇસ અપલોડ કરવા માટે સમયરેખા લાદી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

જીએસટી નેટવર્કે તેમનાં જૂનાં ઈ-ઇન્વૉઇસ અપલોડ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાયો માટે સમયમર્યાદાના અમલીકરણને ત્રણ મહિના માટે મોકૂફ રાખ્યું છે.
ગયા મહિને જીએસટી નેટવર્કે ૧૦૦ કરોડ રૂપિયા અને એનાથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયો માટે પહેલી મેથી શરૂ થતા આવા ઇન્વૉઇસ ઇશ્યુ થયાના ૭ દિવસની અંદર ઇન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ઇ-ઇન્વૉઇસ અપલોડ કરવા માટે સમયરેખા લાદી હતી. અગાઉ, પોર્ટલ પર ઇન્વૉઇસ અપલોડ કરવા માટે વ્યવસાયો માટે આવા કોઈ પ્રતિબંધ નહોતા. જીએસટી કાયદા મુજબ, જો પોર્ટલ પર ઇન્વૉઇસ અપલોડ કરવામાં ન આવે તો વ્યવસાયો ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ મેળવી શકતા નથી.

છ મેએ કરદાતાઓ માટે એક ઍડ્વાઇઝરીમાં જીએસટી નેટવર્કે જણાવ્યું હતું કે સક્ષમ અધિકારી દ્વારા એકંદર ૧૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર કરતાં વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઈ-ઇન્વૉઇસ પોર્ટલ પર જૂના ઈ-ઇન્વૉઇસની જાણ કરવા માટે સાત દિવસ સુધીમાં સમયમર્યાદાને ત્રણ મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

business news goods and services tax