રીટેલ ડિપોઝિટરોને વ્યાજ પરના કરમાં રાહત આપો : એસબીઆઇ

22 September, 2021 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે સિસ્ટમમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાથી અધિક રીટેલ ડિપોઝિટ્સ સિસ્ટમમાં છે

પ્રતીકાત્મક તસવીર

રીટેલ ડિપોઝિટરોને તેમની બૅન્ક ડિપોઝીટ પર નકારાત્મક વળતર મળે છે અને તેથી વ્યાજદર પરના કરવેરાની પુનઃસમીક્ષા જરૂરી છે, એમ દેશની સૌથી મોટી ધીરાણકર્તા બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે.

બધા ડિપોઝિટરો માટે નહીં તો કમસે કમ સિનિયર સિટિઝન્સ કે જેઓ વ્યાજની આવક પર નિર્ભર છે તેમના માટે કરરાહતનો વિચાર કરવો જોઈએ એમ સૌમ્ય કાંતિ ઘોષની આગેવાનીના અર્થશાસ્ત્રીઓએ એક નોંધમાં કહ્યું હતું. અત્યારે સિસ્ટમમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાથી અધિક રીટેલ ડિપોઝિટ્સ સિસ્ટમમાં છે. વિકાસ માટે વ્યાજદર નીચા રાખવામાં આવ્યા છે તે ડિપોઝિટરોને ખૂંચે છે. સિનિયર સિટિઝન્સ માટે ટૅક્સની મુક્તિમર્યાદા વધારવી જોઈએ.

વધુ પડતી પ્રવાહિતાને કારણે બૅન્કોના માર્જિન પર સતત દબાણ વરતાય છે, એમ પણ નોંધમાં જણાવાયું હતું.

business news