કૉમન ચાર્જરના અમલ માટે એક્સપર્ટ ગ્રુપની રચના કરાશે

18 August, 2022 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્યોગના હિતધારકો સાથેની બેઠકમાંથી બહાર આવતાં, સચિવે જણાવ્યું હતું કે ભારત શરૂઆતમાં સી-ટાઇપ પોર્ટ સહિત બે પ્રકારનાં ચાર્જર્સ તરફ સ્થળાંતર કરવાનું વિચારી શકે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે બુધવારે જણાવ્યું હતું કે, સરકાર મોબાઇલ અને તમામ પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ઉપકરણો માટે કૉમન ચાર્જર અપનાવવા માટે નિષ્ણાત જૂથોની રચના કરશે અને બે મહિનામાં વિગતવાર અહેવાલ સબમિટ કરશે.

ઉદ્યોગના હિતધારકો સાથેની બેઠકમાંથી બહાર આવતાં, સચિવે જણાવ્યું હતું કે ભારત શરૂઆતમાં સી-ટાઇપ પોર્ટ સહિત બે પ્રકારનાં ચાર્જર્સ તરફ સ્થળાંતર કરવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું કે એ એક જટિલ મુદ્દો છે. ચાર્જર્સના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે. આપણે અંતિમ નિર્ણય લેતાં પહેલાં દરેક વ્યક્તિના પરિપ્રેક્ષ્ય ઉદ્યોગ, વપરાશકર્તાઓ, ઉત્પાદકો અને પર્યાવરણ વગેરે બાબતોને સમજવી પડશે.

દરેક હિતધારકનો અલગ દૃષ્ટિકોણ હોય છે અને તે મુદ્દાઓને અલગથી તપાસવા માટે નિષ્ણાત જૂથો બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

business news indian government