ખાદ્યતેલની આયાત ટેરિફ વેલ્યુમાં સરકારે 112 ડૉલર સુધીનો ઘટાડો કર્યો

18 June, 2021 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ટેરિફ વેલ્યુમાં ઘટાડા અંગેનો નિર્ણય એક જ દિવસમાં ફેરવી તોળ્યો હતો. દર પખવાડિયાની જેમ આ વખતે પહેલાં ટેરિફ ઘટાડી નહીં

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ટેરિફ વેલ્યુમાં ઘટાડા અંગેનો નિર્ણય એક જ દિવસમાં ફેરવી તોળ્યો હતો. દર પખવાડિયાની જેમ આ વખતે પહેલાં ટેરિફ ઘટાડી નહીં અને બીજા દિવસે એટલે કે ૧૬ જૂનના રોજ મોડી સાંજે નોટિફિકેશન બહાર પાડીને તમામ ખાદ્યતેલની ટેરિફ વેલ્યુમાં ૩૭ ડૉલરથી લઈને ૧૧૨ ડૉલર સુધીનો ઘટાડો કર્યો છે. સરકારના નવા નોટિફિકેશનમાં એક દિવસના વિલંબ સામે આયાતકારોમાં થોડી નારાજગી પણ વ્યાપી હતી.

કસ્ટમ વિભાગે નવા જાહેર કરેલા નોટિફિકેશનમાં ક્રૂડ પામતેલની ટેરિફ વેલ્યુમાં ૮૬ ડૉલરનો ઘટાડો કરીને ૧૧૩૬ ડૉલર અને રિફાઈન્ડ પામતેલની ૯૭ ડૉલર ઘટાડીને ૧૧૪૮ ડૉલર કરી છે. જ્યારે સૌથી વધુ ઘટાડો ક્રૂડ પામોલીન તેલમાં ૧૧૨ ડૉલરનો ઘટાડો કરીને ૧૧૫૦ ડૉલર પ્રતિ ટન કરી છે. રિફાઇન્ડ પામોલીનમાં પણ ૧૧૨ ડૉલરનો જ ઘટાડો કર્યો હતો.

સોયાતેલની ટેરિફ વેલ્યુમાં સરકારે સૌથી ઓછો ૩૭ ડૉલરનો ઘટાડો કર્યો છે અને નવી ટેરિફ ૧૪૫૨ ડૉલરથી ઘટાડીને ૧૪૧૫ ડૉલર પ્રતિ ટન કરી છે. ખાદ્યતેલના ભાવમાં ટેરિફ વેલ્યુ ઘટવાને કારણે તેની પડતરમાં સરેરાશ ટને ૪૦૦૦થી ૪૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે, જેને પગલે સ્થાનિક બજારમાં આયાતી તેલોની પડતર ઘટી છે.

business news