તમામ ડિવાઇસિસ માટે કૉમન ચાર્જર અપનાવવાના સરકારના પ્રયાસો

11 August, 2022 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૭ ઑગસ્ટે ઉદ્યોગો સાથે સરકારની બેઠક

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સરકાર સ્માર્ટફોન અને ટૅબ્લેટ સહિત વિવિધ ઉપકરણો-ડિવાઇસિસ માટે એક સામાન્ય ચાર્જરને અપનાવવા માટે સંશોધન કરી રહી છે અને ઉદ્યોગ સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા ૧૭ ઑગસ્ટે એક બેઠક બોલાવી છે, એમ ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મોબાઇલ ઉત્પાદકો અને ક્ષેત્ર-વિશિષ્ટ સંસ્થાઓ સાથેની બેઠક ભારતમાં બહુવિધ ચાર્જરનો ઉપયોગ સમાપ્ત કરવાની અને ઈ-વેસ્ટ અટકાવવા ઉપરાંત ગ્રાહકો પરના બોજને ઘટાડવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તાજેતરમાં, યુરોપિયન યુનિયને ૨૦૨૪ સુધીમાં નાનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો માટે યુએસબી-સી પોર્ટ સામાન્ય ચાર્જિંગ સ્ટાન્ડર્ડ અપનાવવાની જાહેરાત કરી હતી. સમાન માગ અમેરિકામાં પણ થઈ રહી છે.

જો કંપનીઓ યુરોપ અને અમેરિકામાં સેવા આપી શકે છે, તો તેઓ ભારતમાં તે શા માટે કરી શકતા નથી? સ્માર્ટફોન અને ટૅબ્લેટ જેવાં પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં સામાન્ય ચાર્જર હોવું જોઈએ તેમ અધિકારીએ જણાવ્યું હતું.

business news