દેશમાં ૨૫,૦૦૦ મોબાઇલ ટાવર લગાવવા ૨૬,૦૦૦ કરોડ મંજૂર

05 October, 2022 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારનું કુલ ૫૦૦ દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરવાનું આયોજન

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સરકારે ૫૦૦ દિવસમાં ૨૫,૦૦૦ મોબાઇલ ટાવર લગાવવા માટે ૨૬,૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ટેલિકૉમ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય યુનિવર્સલ સર્વિસિસ ઑબ્લિગેશન ફંડ દ્વારા પ્રદાન કરવામાં આવશે અને એ ભારત બ્રૉડબેન્ડ નેટવર્ક દ્વારા લાગુ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટની જાહેરાત ટેલિકૉમપ્રધાન અશ્વિની વૈષ્ણવે ત્રણ દિવસીય ‘રાજ્ય આઇટી પ્રધાનોની ડિજિટલ ઇન્ડિયા કૉન્ફરન્સ’માં કરી હતી, જે ત્રીજી ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા અને દેશના દરેક ખૂણે તેની પહોંચ માટે કનેક્ટિવિટી મહત્ત્વપૂર્ણ છે. તેમણે જાહેરાત કરીકે આગામી ૫૦૦ દિવસમાં ૨૫હજાર નવા ટાવર ઊભા કરવા માટે ૨૬ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

business news