ગૂગલ પૅ ત્રાહિત પેમેન્ટ ઍપ છે એટલે એ નિયમ અનુસાર નોંધાયેલી નથી

24 June, 2020 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૂગલ પૅ ત્રાહિત પેમેન્ટ ઍપ છે એટલે એ નિયમ અનુસાર નોંધાયેલી નથી

ગૂગલ પૅ

ગૂગલ પૅની ભારતમાં કામગીરી ગેરકાયદે ચાલી રહી હોવા વિશે દિલ્હી હાઈ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થયેલી છે. આ અરજીમાં દેશમાં બૅન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટેના નિયમનકાર તરીકે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જવાબ આપ્યો હતો કે ગૂગલ પૅ દેશમાં ત્રાહિત પાર્ટી ઍપ તરીકે કાર્યરત છે અને પેમેન્ટ સિસ્ટમના નિયમો અનુસાર કામગીરી કરી રહી નથી.

રિઝર્વ બૅન્કે હાઈ કોર્ટના જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ પ્રતિક જાલનની બેન્ચને જણાવ્યું હતું કે પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક ૨૦૦૭ના નિયમોનું ઉલ્લંઘન થાય છે. રિઝર્વ બૅન્કે વધુમાં જણાવ્યું હતું કે ગૂગલ પૅ દેશમાં કોઈ પેમેન્ટ સિસ્ટમ ચલાવતી ન હોવાથી એનું નામ નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની અધિકૃત સિસ્ટમની યાદીમાં પણ આવતું નથી.

અબિજિત મિશ્રા નામની એક વ્યક્તિએ કરેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ પૅ અધિકૃત નહીં હોવા છતાં દેશમાં પેમેન્ટ સિસ્ટમ ચલાવી રહી છે. એની પાસે પેમેન્ટ સિસ્ટમની પરવાનગી નથી અને કોઈ પણ લાઇસન્સ વગર આ કાર્યવાહી ભારતમાં ચલાવી રહી છે. 

business news